દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર ખૌફનાક અકસ્માત: વિડીયો જોઈ તમારી આત્મા કંપી ઉઠશે

Delhi Accident: એક્સપ્રેસ હાઈવે પર ઘણી વખત અનાડી ડ્રાઇવરની ભૂલ નું પરિણામ બીજા લોકોએ પણ ભોગવવું પડતું હોય છે. હાલમાં જ એવો એક વિડીયો ઝડપથી વાયરલ (Delhi Accident) થઈ રહ્યો છે, જેમાં એક કાર રોંગ સાઈડથી જતા બાઈક સાથે અથડાય છે. આ ટક્કરને કારણે ઘણી બધી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે અને એક મોટી દુર્ઘટના બને છે. એક્સપ્રેસ વે પર થયેલી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઇન્ટરનેટ પર હવે તે વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર થઈ મોટી દુર્ઘટના
2022માં રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે 9,432 મૃત્યુ થયા અને 2023 માં તે સંખ્યા 3.7 % વધી ગઈ. જેનાથી ભારતમાં રોડના મૂળભૂત ઢાંચા અને ખોટી ડ્રાઇવિંગ સ્કિલની પણ ઝલક દેખાઈ ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડિયો લોકોને ડરાવનારો છે, જેમાં એક અલ્ટો કાર ફૂલ સ્પીડમાં રોંગ સાઈડમાં જતા દેખાઈ રહી છે, જેના લીધે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ હાઈવે પર ઘણી ગાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે.

19 સેકન્ડના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રોંગ સાઈડથી આવી રહેલી અલ્ટો કાર 1 ટુ-વ્હીલર વાહનને ટક્કર મારે છે અને રસ્તા વચ્ચે અન્ય કાર સાથે ટકરાય છે. જેનાથી વાહનોની અવરજવર રોકાઈ જાય છે. ત્યારબાદ ફૂલ સ્પીડથી જઈ રહેલી અલ્ટો કાર રોડ પર પલટી ખાઈ જાય છે. આ પલટવાને કારણે પહેલા એક અને પછી અન્ય કારને પણ પોતાની ઝપેટમાં લે છે.

લોકોએ આપી સલાહ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી બે લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. એવામાં સોશિયલ મીડિયાનો વપરાશ કરતા લોકોએ જાતભાતની પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આ ફક્ત અને ફક્ત દારૂ પીવાનું પરિણામ છે. અન્ય એક વ્યક્તિ લખે છે કે રોંગ સાઈડથી આવવાને કારણે આ દુર્ઘટના થઈ છે. તો અન્ય યુઝર લખે છે કે આવા લોકો માટે કડક કાયદાઓ બનાવવા પડશે.