એક બિલાડીએ કર્યું આખુ પ્લેન હાઈજેક, બે દિવસ સુધી એક ઈંચ પણ ન હલી શક્યું વિમાન: જુઓ વિડીયો

Cat Hijacks Plane: લોકોને પોતાના ઘરમાં કાયમ પાલતુ જનાવરો રાખવાનો બહુ શોખ હોય છે. ઘણા લોકો કુતરા પાળે છે. ઘણા લોકો બિલાડીઓ પાળે છે. અલગ અલગ લોકોની પોતાની અલગ પસંદ હોય છે. કૂતરો હોય કે બિલાડી (Cat Hijacks Plane) બંનેના ગુણ અલગ અલગ છે. આ બંને લોકો પર હુમલો કરવામાં સક્ષમ છે. ઘણી વખત તો લોકોને આ જનાવરો ગંભીર નુકસાન પણ પહોંચાડતા હોય છે.

પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કૂતરો અથવા બિલાડી હવાઈ જહાજ હાઇજેક કરી શકે છે? તમારો જવાબ હશે આવું કઈ રીતે થાય? તો તમને જણાવી દઈએ કે આવું થયું છે અને હકીકતમાં થયું છે આ કોઈ ફિલ્મની કહાની નથી. સોશિયલ મીડિયા પર આજકાલ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલાડીએ પ્લેનને હાઇજેક કરી લીધું છે.

બિલાડીએ કર્યું પ્લેન હાઇજેટ?
તમે પ્લેન હાઇજેકના સમાચાર સાંભળ્યા જ હશે. તો સાથે જ સાંભળ્યું હશે કે હથિયારબંધ આતંકવાદીઓએ અથવા તો કોઈ ખતરનાક સંગઠનને પ્લેન હાઈજેક કર્યું હોય. પરંતુ જો કોઈ તમને કહે કે એક બિલાડીએ પ્લેન હાઇજે કરી લીધું છે, તો તમે હસી હસીને ગોટો વળી જશો. પરંતુ આ હકીકત છે આવું થયું છે. એક પ્લેન રોમ થી જર્મની જવાનું હતું. પરંતુ અચાનક એક બિલાડી પ્લેનમાં ઘૂસી ગઈ. ત્યારબાદ ક્રુ-મેમ્બરોએ ખૂબ મહેનત કરી પરંતુ બિલાડીએ બહાર આવવાનું નામ ન લઈ રહી હતી.

બિલાડી ઘૂસવાને લીધે 2 દિવસ સુધી આ ફ્લાઈટ ઉડી શકી ન હતી. ફ્લાઈટ જ્યારે ટેક-ઓફ માટે તૈયાર હતી ત્યારે જ પ્લેનના ક્રુ-મેમ્બરને બિલાડીનો અવાજ સંભળાયો. ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર પ્લેનના ઇલેક્ટ્રિકલ એરિયામાં બિલાડી સંતાઈ ગઈ હતી. એટલા માટે તેને કાઢવામાં મુશ્કેલી થઈ રહી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ફ્લાઇટ કેન્સલ કરવી પડી
બિલાડી ઘૂસવાને લીધે ફ્લાઇટ પર અસર પડી હતી. જ્યારે ફ્લાઇટ પોતાના નિર્ધારિત સમયે ઊડી ન શકી અને બિલાડીને પ્લેનથી બહાર કાઢી શકાય ન હતી. બિલાડી 2 દિવસ સુધી પ્લેનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગતી હતી. અધિકારીઓએ આ વાતનો ડર હતો કે બિલાડી પ્લેનમાં ક્યાંક એવી જગ્યાએ ફસાઈ ન જાય કે તેનું મૃત્યુ થાય, પરંતુ 2 દિવસ બાદ તે જાતે જ પ્લેનમાંથી બહાર નીકળી ગઈ હતી.