શા માટે થાય છે પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર? ક્યારે કરાવવું જોઈએ ચેકઅપ, જાણો અહીંયા

Prostate cancer cure: કેન્સર શરીરના ગમે તે ભાગમાં થઈ શકે છે. કેન્સર શરીરમાં ગાંઠ સ્વરૂપે જોવા મળે છે. જેવી રીતે સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં થતા મુખ્ય કેન્સરમાનું એક છે. તે જ રીતે પ્રોસ્ટેટ કેન્સર(Prostate cancer cure) પુરુષોને થતું મુખ્ય કેન્સર છે. તેના ઈલાજ માટે પ્રાથમિક તબક્કે તેનું ચેકઅપ કરાવવું ખૂબ અગત્યનું છે. જો તપાસ ન કરવામાં આવે તો આ કેન્સર જીવલેણ બની જાય છે. આજે અમે તમને એ જણાવવા પ્રયાસ કરીએ છીએ કે પ્રોસ્ટેટ કેન્સરનું પરીક્ષણ ક્યારે કરાવવું જોઈએ.

પહેલા તો એ સમજીએ કે પ્રોસ્ટેટ કેન્સર છે શું?
પ્રોસ્ટેટ એ પુરુષોમાં અખરોટ જેવા આકારની એક નાની ગ્રંથિ છે. જે વીર્ય ઉત્પાદન માટે કામ કરે છે. પ્રોસ્ટેટ કેન્સર એવા સમયે થાય છે ત્યારે ગ્રંથિના કોષો પોતાની રીતે જ વધવા લાગે છે. જેના લીધે ગાંઠ બને છે. પ્રોસ્ટેટ ગ્રંથિ એ પુરુષના પ્રજનન તંત્રના અંગનો ભાગ છે. જે મૂત્રાશયની નીચે રહેલું હોય છે. જેમ જેમ આ ગાંઠ વધે છે, તો તેના લીધે નળી દબાય છે. જેના કારણે મૂત્રવાહિની પર ચેપના લક્ષણ જોવા મળે છે.

શરૂઆતમાં આ રિપોર્ટ કરાવો
તેના માટે ડિજિટલ રેક્ટલ એક્ઝામ ટેસ્ટ કરવામાં આવે છે. તેના દ્વારા પીએસએ નું સ્તર જાણી શકાય છે. જો પીએસએ નું સ્તર વધી જાય તો તેને જોખમી માનવામાં આવે છે. આવું થવા પર ડોક્ટર વધુ તપાસની સલાહ આપે છે. જો તે સામાન્ય હોય તો તમારે ડરવાની જરૂર નથી. ડોક્ટરો બાયોપસી દ્વારા પ્રોસ્ટેટ ગ્રંથિ સારી રીતે કામ કરે છે કે નહીં તે તપાસે છે. આ ઉપરાંત એમ આર આઈ કે સીટી સ્કેનથી પણ પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે માહિતી મળી જાય છે.

કેવી રીતે બચવું
તંદુરસ્ત જીવનશૈલી, પોસ્ટિક આહાર, રેગ્યુલર કસરત અને ધુમ્રપાન તેમજ વ્યસન છોડી આ કેન્સરથી બચી શકાય છે.
50 થી વધારે ઉંમરના પુરુષોએ દર ત્રણ મહિને પીએસએ અને ડીઆરઈની ટેસ્ટ કરાવવી જોઈએ. ખાસ કરીને જેમનું શરીર નબળું છે તેવા લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.
જો પરિવારમાં અગાઉ કોઈને કેન્સર થયું હોય તો તેમણે ૪૦ વર્ષની ઉંમરથી જ આ ટેસ્ટીંગ શરૂ કરી દેવું જોઈએ.