અયોધ્યા રામ મંદિરમાં કોઈ મોટી જાનહાની થાય તે પહેલા જ પોલીસે કરી સરાહનીય કામગીરી, જાણો વિગતે…

Ayodhya drone shot down અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં ભીડ વચ્ચે ઉડી રહેલ ડ્રોનને તોડી પડાયું છે. સોમવારે સાંજે ગેટ નંબર 3 પર ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. (Ayodhya drone shot down)તે સમયે રામલલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ટી ડ્રોન સિસ્ટમએ ડ્રોનની હવામાં જ તોડી પાડ્યું હતું. ત્યારબાદ સુરક્ષા કર્મીઓ અલર્ટ થઈ ગયા હતા. બોમ્બ સ્કોર્ડ ટીમને પણ બોલાવવામાં આવી હતી. ડ્રોનની તપાસ કરવામાં આવી. ડ્રોન કેમેરો ઉડાડનાર વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

અયોધ્યા પોલીસને શંકા છે કે આ ભાગદોડ મચાવવાનું કાવતરું હોઈ શકે છે. કારણકે રામ મંદિરને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં સુધી કે રામ મંદિર ઉપરથી વિમાન ઉડાડવાની પણ પરવાનગી આપવામાં આવેલ નથી.

પોલીસે જ એફઆઇઆર નોંધાવી, ભાગદોડ મચાવવાનું કાવતરું હોઈ શકે છે
અયોધ્યાના કટરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનિલકુમારે રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઇઆર નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 17 ફેબ્રુઆરી ની સાંજે સાત વાગ્યે રામ મંદિર પરિસરમાં ડ્યુટી પોઇન્ટ નજીક કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા ડ્રોન કેમેરાને પ્રતિબંધિત વિસ્તારમાં ઉડાડતા જાણી જોઈને પાડવામાં આવ્યું છે. મહાકુંભને લીધે અહીંયા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. જેના લીધે ભાગદોડ થવાની આશંકા પણ છે અને તેમાં જાનહાની પણ થઈ શકે છે.

2.5 km રેડિયસમાં ઉડી રહેલા ડ્રોનને ખેંચી લે છે એન્ટ્રી ડ્રોન સિસ્ટમ
અયોધ્યાના પોલીસ અધિકારી આશુતોષએ આ મામલે કહ્યું કે ડ્રોન આજુબાજુ કોઈ લગ્ન સમારો માટે ઉડાડવામાં આવી શક્યું હોય છે. રામ મંદિરનું એન્ટી ડ્રોન સિસ્ટમ અઢી કિલો મીટરના રેડિયસમાં કંઈ પણ ઉડતું ડ્રોન પોતાની તરફ ખેંચી લે છે. આ મામલે શું થયું છે તેની તપાસ ચાલી રહી છે.

રામ મંદિર પરિસરમાં ડ્રોન ઉડાડવાની પરમિશન નથી
રામ મંદિર અને આજુબાજુ ડ્રોન પ્રતિબંધિત છે. ડ્રોન ઉડાવવા માટે પ્રશાસન પાસે પરવાનગી લેવી પડે છે. ત્યાં સુધી કે રામ મંદિર ઉપરથી વિમાન ઉડાડવાની પણ પરવાનગી આપવામાં આવેલ નથી. રામ મંદિરની સુરક્ષાની જવાબદારી એસએસએફ એટલે કે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના હાથમાં છે. કાયમ 200 સેનાના જવાનો મંદિરની સુરક્ષામાં ખડે પગે હોય છે.