હવે સ્વેટર ધાબળા સંકેલીને મૂકી દેજો, આ તારીખથી પડશે ભયંકર ગરમી

Gujarat weather update: ગુજરાતમાં શિયાળાની અસર બાદથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં પણ વાદળછાંયુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. મેદાની રાજ્યોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો (Gujarat weather update) અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. જોકે ફેબ્રુઆરી મહિનામાં ગરમી શરૂ થઈ જતાં હવામાન વિભાગ પણ ચિંતામાં મૂકાઈ ગયું છે.

તાપમાનમાં વધારો
શિયાળાની અસર ઘટતા તાપમાનમાં વધારો થતા રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાયો છે. હાલ રાજ્યમાં તાપમાન સામાન્યથી 3થી 5 ડિગ્રી વધુ છે. સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 35.6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમા મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું, કેશોદમાં સૌથી ઓછું 15.02 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, શિયાળાની અસર ઘટતા તાપમાનમા વધારો થશે. આગામી 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી રહે તેવી શક્યતા વર્તાઇ રહી છે. વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો આવવાની શક્યતા છે.

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો ઉચકાયો
રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફાર જોવા મળશે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન બે દિવસ ફોલિંગ ટેન્ડેન્સીમાં જોવા મળશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. ગુરુવારે વહેલી સવારે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં થયેલા વરસાદને કારણે હવામાનમાં ફરી એકવાર ઠંડક આવી ગઈ છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત પાટણ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.