તમને વિશ્વાસ નહીં આવે: માર્કેટમાં આવી ગઈ છે ઉડતી કાર, વીડિયો જોઈ ચોકી જશો

flying car in market: અમેરિકન કંપની એલેફ એરોનોટિક્સે ઉડતી કાર બનાવીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અત્યાર સુધી તમે ફક્ત ફિલ્મોમાં જ ઉડતી કાર જોઈ હશે, પરંતુ હવે એક ઓરિજીનલ ઉડતી કારનો વીડિયો સામે આવ્યો છે. આ કારના ટેસ્ટનો વીડિયો સોશિયલ (flying car in market) મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમેરિકન ઓટોમેકર એલેફ એરોનોટિક્સે રસ્તા પર ચાલતી ઇલેક્ટ્રિક કારનો હવામાં ઉડવાનો વીડિયો બહાર પાડ્યો છે. કંપનીના ઉડ્ડયન અને ઓટોમોટિવ ઇતિહાસમાં આ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

કારને કોઈપણ પ્રકારના રનવેની જરૂર નથી
આ કારની ટેસ્ટ કેલિફોર્નિયામાં સુરક્ષિત અને બંધ રસ્તા પર કરવામાં આવ્યું હતું. કાળા રંગની પ્રોટોટાઇપ પહેલા સામાન્ય કારની જેમ રસ્તા પર દોડતી હતી અને પછી અચાનક હવામાં ઉડવા લાગી હતી. આ પછી તે સામે પાર્ક કરેલી કાર પરથી પસાર કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ કારને કોઈપણ પ્રકારના રનવેની જરૂર નથી. આ પહેલી વાર હતું, જ્યારે કોઈ રોડસ્ટર કાર સીધી ઉપર હવામાં ગઈ હોય અને હવામાં ઉડી શકી હોય.

એલેફ એરોનોટિક્સના સીઈઓએ શું કહ્યું?
એલેફ એરોનોટિક્સના સીઈઓ જીમ દુખોવનીએ જણાવ્યું કે, “રસ્તા પર દોડતી અને ઉડતી કારનો આ પહેલો જાહેરમાં પ્રકાશિત થયેલો વીડિયો છે.” વીડિયોમાં દેખાતી કાર પ્રોટોટાઇપ એલેફના મોડેલ ઝીરોનું અલ્ટ્રાલાઇટ વર્ઝન છે, જે પછી કોમર્શિયલ મોડેલ આવ્યું હતું.

આ ગાડી કેટલી ઝડપે દોડશે?
તેમાં બે લોકો બેસી શકે તેવી ક્ષમતા હશે અને તેની ઉડવાની રેન્જ 110 માઇલ અને ડ્રાઇવિંગ રેન્જ 200 માઇલ હશે. તે ઓટોપાયલટ મોડ પર પણ ઉડી શકશે. આ કારમાં એક જાળીદાર ભાગ લગાવવામાં આવ્યો છે, જેની નીચે આઠ ફરતા રોટર છે, જે તેને આરામથી ઉડવામાં મદદ કરે છે. જમીન પર મુસાફરી કરવા માટે, આ કારના પૈડામાં ચાર નાના એન્જિન લગાવવામાં આવ્યા છે, જે તેને ઇલેક્ટ્રિક કારની જેમ ચલાવવામાં મદદ કરે છે. આ કારની મહત્તમ ગતિ 40 કિમી પ્રતિ કલાક છે.

તે કેવી રીતે બુક થશે?
જો કોઈ આ કાર ખરીદવા માંગે છે, તો તે ફક્ત 13 હજાર રૂપિયા જમા કરાવીને આ ફ્લાઈંગ કાર બુક કરાવી શકે છે. એવું માનવામાં આવે છે કે, તેની કિંમત 2.5 કરોડ રૂપિયાથી વધુ હોવાની અપેક્ષા છે. અત્યાર સુધીમાં એલેફ કંપનીને 3,300 પ્રી-ઓર્ડર મળ્યા છે.