ઉમરથી પણ મોટી છે આ બાળકની જવાબદારી, ગરીબીએ છીનવ્યું બાળપણ અને નસીબે માતાની આંખો, વીડિયો જોઈ હૈયું દ્રવી ઉઠશે

mother son love: જો તમે તમારા માતા-પિતાની સેવા કરી રહ્યા છો, તો તેનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી. કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન આનાથી વધારે પુણ્ય નથી આપી શકતું. એક એવો સમય હોય છે જ્યારે માતા-પિતા તમામ તકલીફો હોવા છતાં તમને મોટા કરે છે, તમને આ દુનિયામાં (mother son love) તમારા પગ પર ઉભા રહેવામાં મદદ કરે છે, પરંતુ એવામાં જ્યારે માતા પિતાને તમારી જરૂરત હોય અને તમે હંમેશા તેમની સાથે છો તો સમજી લેજો કે તમે તમારું જીવન સફળ કર્યું છે.

વાયરલ થયેલ વીડિયો જોઈ તમારું હૃદય દ્રવી જશે
પોતાના બાળક માટે એક માતા જે તપસ્યા કરે છે તેનાથી મોટી કોઈ તપસ્યા નથી હોતી. આ તપસ્યાનું ફળ આપણે તમામ લોકોએ આપણી માતાને આપવું જોઈએ, જ્યારે પણ તેમને તમારા સહારાની જરૂરિયાત હોય, ત્યારે દરેક સમયે તેમની સાથે ઉભા રહેવું જોઈએ. જોકે આવું બહુ ઓછા કિસ્સામાં જોવા મળે છે, પરંતુ જ્યારે પણ આવો નજારો આપણી નજર સમક્ષ આવે છે, જ્યાં કળિયુગનો શ્રવણકુમાર પોતાના માતા-પિતાની સેવા કરતો દેખાય તો આપણી આંખો ભીની થઈ જાય છે. આવો જ એક ઈમોશનલ વિડીયો તમને બતાવવા જઈ રહ્યા છીએ.

ગરીબીએ છીનવ્યું બાળપણ
વીડિયોમાં જોઈ શકાય છે કે એક માસુમ બાળક જેની હજુ ભણવા અને રમવાની ઉંમર છે. પરંતુ કહે છે ને કે આ ગરીબી ઉમર નથી જોતી અને તે ઉંમરના પહેલા જ લોકોને જવાબદાર બનાવી દે છે. લોકો જવાબદારીના ભાર નીચે દબાઈ જાય છે. આ વીડિયોમાં એવું જ કંઈક દેખાય રહ્યું છે. જ્યાં એક તરફ ગરીબીએ આ બાળકનું બાળપણ છીનવી લીધું તો નસીબે  માતાની આંખો. આ બાળક પોતાની અંધ માતાનો એકમાત્ર સહારો છે.

 

View this post on Instagram

 

A post shared by FlyWiser (@flywiser1)

નેત્રહીન માતા પર ગરીબીનો માર
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જમીન પર એક નેત્રહીન માતા સુતેલી છે. ગરીબીનો માર એવો છે કે બિચારી આ માતા પાસે ઠંડીમાં સુવા માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી. તેમ છતાં આ બાળકે પોતાની માતાની એક સ્વેટર પહેરાવેલું છે, ભલે તે પોતે શર્ટ પહેર્યા વગર બેઠેલો છે. બાળકની સામે થાળી મૂકેલી છે અને તેમાં રાંધેલા ભાત છે, જેમાં તે મીઠું અને પાણી નાખી પોતાની આંધળી માતાને ખવડાવતા જોઈ શકાય છે. માતાના જમ્યા બાદ તે પોતાના મોઢામાં કોળિયો મૂકે છે. બાળકની મિત્રહીલ માતા જમીન પર સુઈને ખાતી નજરે આવી રહી છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે નેત્રહીન માતા કદાચ શારીરિક રીતે એટલી બધી નબળી થઈ ચૂકી છે કે તેના શરીરમાં એટલી તાકાત પણ નથી રહી જેનાથી તે બેસી શકે.