નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ: આજે દેશભરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

Today mahashivratri 2025: આજે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજ્જૈનથી લઇને કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી (Today mahashivratri 2025) રહી છે. શિવરાત્રીનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ છે. મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવજીના દર્શન માટે પહોંચ્યા હતા.

મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં આરતી કરવામાં આવી હતી. ઉપરાંત, મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ખાસ ભસ્મ આરતી કરવામાં આવી હતી.

કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી
મહાશિવરાત્રી નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભારે ભીડ
મહાશિવરાત્રી નિમિત્તે મહારાષ્ટ્રના નાસિકમાં શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સોમનાથ મંદિર
સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. આજે વહેલી સવારે 4:00 વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા હતા, ત્યારથી જ ભક્તોની ઉમટતી ભક્તિપ્રવાહ સાથે પૂજા-અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે.

મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું
મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું છે. “ૐ નમઃ શિવાય” અને “જય સોમનાથ” ના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું છે અને ભક્તોએ મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો છે.