Rules changing from march: ફેબ્રુઆરી મહિનો ખતમ થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનો શરુ થવામાં હવે એક જ દિવસ બાકી છે. નવા મહિનાની શરુઆતથી જ કેટલાય નિયમો બદલાઈ જશે. તેવી જ રીતે 1 માર્ચ 2025થી પણ કેટલાય નિયમો બદલાવાના છે. જે આપના ખિસ્સા (Rules changing from march) પર અસર કરશે. તો આવો જાણીએ શું શું બદલાવા જઈ રહ્યું છે, જે તમારી જિંદગી પર કેવી રીતે અસર કરશે.
ATF અને CNG-PNGના ભાવ
અહીં ઉલ્લેખનિય છે કે દર મહિનાની પહેલી તારીખે ઓયલ કંપનીઓ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યૂલ અને સીએનજી તથા પીએનજીની કિંમતોમાં પણ બદલાવ કરે છે. તેથી 1લી માર્ચે પણ ફેરફાર શક્ય છે.
એલપીજીના ભાવ
દર મહિનાની પહેલી તારીખે ઓયલ કંપનીઓ એલપીજીના ભાવની સમીક્ષા કરે છે. ત્યારે આવા સમયે 1 માર્ચ 2025ની સવારે આપના સિલિન્ડરના ભાવમાં બદલાવ જોવા મળી શકે છે. સવારે છ વાગ્યા સંશોધિત ભાવ જાહેર કરવામાં આવે છે.
એફડી પર વ્યાજ દરોમાં બદલાવ
અહીં ઉલ્લેખનિય છે કે માર્ચ 2025માં બેન્કોએ એફડી પર મળતા વ્યાજ દરોમાં બદલાવ કર્યો છે. વ્યાજ દર ઘટી શકે છે અથવા તો વધી શકે છે. હવે બેન્ક આપની તરલતા અને નાણાકીય જરુરિયાતના હિસાબથી વ્યાજ દરોમાં લચીલાપણું રાખી શકે છે. નાના રોકાણકારો પર અસર, ખાસ કરીને જે લોકોએ 5 વર્ષ અથવા તેનાથી ઓછા સમય માટે એફડી કરાવી છે, તેમને નવા દર પ્રભાવિત કરી શકે છે.
ફિક્સ્ડ ડિપોઝિટ
જો તમે પણ એવા લોકોમાંથી છો, જે પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરે છે. તો આપના માટે આ સમાચાર ખૂબ જ જરુરી છે. માર્ચ 2025થી બેન્ક એફડીના નિયમોમાં અમુક બદલાવો થવા જઈ રહ્યા છે. આ નવા નિયમ ફક્ત આપના રિટર્ન પર જ અસર નહીં પાડે, પણ ટેક્સ અને ઉપાડની રીત પણ બદલી નાખશે. એટલા માટે જો આપ ભવિષ્યમાં એફડી કરાવવાનું વિચારી રહ્યા હોવ તો આ ફેરફાર સમજવા માટે આપના માટે ફાયદાકારક રહેશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App