Amreli Teacher Rape Case: રાજ્યમાં ગુરૂ અને શિષ્યનાં સંબંધોને શર્મસાર કરતો વધુ એક બનાવ સામે આવ્યો છે. અમરેલીમાં નરાધમ શિક્ષકે શિક્ષણ જગત પર લાંછન (Amreli Teacher Rape Case) લગાવ્યું છે. પ્રાથમિક શાળાનાં શિક્ષકે હલકી કક્ષાની કરતૂત કરી છે. આરોપ છે કે નરાધમ શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. 2 વિદ્યાર્થિનીઓને ટેબલ નીચે બેસાડી કૂચેષ્ટા કરતો શિક્ષક રંગેહાથ ઝડપાયો હતો. આ મામલે ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી તેજ કરી છે.
નરાધમ શિક્ષક સામે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવાનાં પ્રયાસનો આરોપ
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાનાં કુકાવાવ રોડ પરની ભારતનગર પ્રાથમિક શાળાનાં શિક્ષક સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થઈ છે. આરોપ છે કે, નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. ધોરણ 4 ની 2 વિધાર્થિનીને ટેબલ નીચે બેસાડીને કુચેષ્ટા કરતા શિક્ષકને વાલીઓએ રંગેહાથ ઝડપ્યો હતો. શિક્ષકની હલકી કક્ષાની માનસિક વિકૃતિ સામે વિધાર્થિનીનાં વાલીએ પોલીસને જાણ કરી હતી.
2 વિદ્યાર્થિનીઓને ટેબલ નીચે બેસાડી કૂચેષ્ટા કરતો રંગેહાથ ઝડપાયો!
અગાઉ પણ આ શિક્ષકે ધોરણ 4 ની વિધાર્થિની સાથે આવી અભદ્ર કુચેષ્ટા કરી હોવાનાં વિધાર્થિનીઓનાં વાલીએ ફરિયાદમાં આરોપ કર્યા છે. આ મામલે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ અનુસાર, નરાધમ શિક્ષકની ઓળખ મહેન્દ્ર કાવઠીયા તરીકે થઈ છે. માનસિક વિકૃતિ ધરાવતા શિક્ષક મહેન્દ્ર કાવઠીયા સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે.
વાલીઓમાં રોષ જોવા મળ્યો
અમરેલીમાં શિક્ષક દ્વારા બે વિધાર્થિની સાથે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે.આરોપી શિક્ષકે દીકરીઓને એક પછી એક એમ રૂમમાં બોલવાતો અને દુષ્કર્મ આચરતો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા દીકરીઓના પરિવારની સાથે અન્ય વાલીઓમાં પણ રોષની લાગણી જોવા મળી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App