દેવાયતને ખવડને જવું પડશે જેલ? પોલીસ તપાસમાં મોટી વાત આવી સામે?

Devayat Khavad Controversy: લોક સાહિત્યકાર દેવાયત ખવડ કોઈ ન કોઈ બાબતે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર દેવાયત ખવડ ચર્ચામાં આવ્યા છે. દેવાયત ખવડ (Devayat Khavad Controversy) અને આયોજક વચ્ચેનાં વિવાદમાં સામસામે ફરિયાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. દેવાયત ખવડના ડ્રાઈવરે 4 અજાણ્યા શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે ડાયરાનાં આયોજકે દેવાયત ખવડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દેવાયત ખવડ અને આયોજકે સામસામે કરી ફરિયાદ
લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ડાયરાનાં આયોજક વચ્ચે થયેલ વિવાદમાં હવે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. માહિતી અનુસાર, ચાંગોદર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. દેવાયત ખવડના ડ્રાઈવરે 4 અજાણ્યા શખ્સો સામે નામજોગ ફરિયાદ કરી છે.

આ ફરિયાદમાં હુમલો કરી કાર, 5 લાખ અને મોબાઈલની ચોરીનો આરોપી કરાયો છે. જ્યારે બીજી તરફ સામા પક્ષે ડાયરાનાં આયોજકે દેવાયત ખવડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં આયોજકે દેવાયત ખવડ સામે રૂ. 8 લાખ આપ્યા હોવા છતાં પણ ડાયરો ન કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

દેવાયત ખવડે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા
નોંધનીય છે કે, બે દિવસ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નહીં નોંધતા દેવાયત ખવડે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. અરજીમાં મુદ્દામાલ શોધીને પરત કરવા અંગે પોલીસને નિર્દેશ આપવાની માગ કરાઇ હતી. સાથે જ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત અરજીમાં કરાઈ હતી.

શું છે મામલો ?
અગાઉ લોક સાહિત્યકાર દેવાયત ખવડે એક જ દિવસમાં બે કાર્યક્રમ બૂક કરી લેતા બબાલ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જો કે, તે મામલે ચોક્કસ કોઈ વિગતો સામે આવી નહોતી. પરંતુ, એક કાર્યક્રમ બાદ બીજા કાર્યક્રમમાં ન જતા બબાલ થઈ હતી. એટલું જ નહીં પરંતુ દેવાયત ખવડની ગાડી પર હુમલો થયો હોવાનું પણ સામે આવ્યું હતું.