ઉતરાખંડમાં 55 મજૂરો બરફમાં દબાયા, 47 નું રેસક્યુ, શોધખોળ હજુ ચાલુ

Uttarakhand Avalanche: ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનની ચપેટમાં આવેલા 14 વધારે મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કુલ 55 મજુરો બરફમાં ગુમ થઈ ગયા હતા. તેમાંથી 47 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 8 મજૂરો હજુ પણ બરફમાં ફસાયેલા છે. રેસ્ક્યુ (Uttarakhand Avalanche) ઓપરેશન ચાલી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ કર્મીઓને ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા માનાગાવ માં બિઆરઓ શિબિર પર જામેલા બરફમાંથી 14 વધારે મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. શનિવારે ખલન સ્થળ પર શોધખોળ અભિયાન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. આઠ મજુરો હજુ પણ લાપતા છે.

14 મજૂરોને કાઢવામાં આવ્યા, તેની સાથે જ શુક્રવારે સવારે માના અને બદ્રીનાથ વચ્ચે સીમા સડક સંગઠન શિબિર પર થયેલ હિમસ્ખલનમાં 55 મજૂરોમાંથી 47 ને બચાવી લેવામાં આવ્યા છે. શુક્રવારની રાત સુધીમાં 33 લોકોને બચાવવામાં આવ્યા હતા. શુક્રવારે વરસાદ અને બરફ વર્ષાને કારણે બચાવ કાર્યમાં વિઘ્નો આવ્યા હતા, પરંતુ રાત હોવાને કારણે અભિયાન સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. શનિવારે હવામાન ચોખ્ખું છતાં હેલિકોપ્ટર પણ આ બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે.

24 કલાકથી વધુ સમયથી ફસાયેલા છે મજૂરો
જિલ્લા અધિકારી એમ કે જોશી એ જણાવ્યું કે માનામાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો અને ભારત તિબેટ સીમા પોલીસના જવાનોએ સવારે બચાવ અભિયાન ફરીથી શરૂ કર્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર બચાવ દળે 14 વધારે મજૂરોને બરફમાંથી બહાર કાઢ્યા છે, જ્યારે બાકીના 8 લોકોની શોધખોળ ચાલી રહી છે. જે છેલ્લા 24 કલાકથી ફસાયેલા છે.

ચમોલીના જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે શુક્રવારે ગંભીર હાલતમાં બચાવવામાં આવેલ 3 મજૂરોને માના સ્થિત સૈનિક હોસ્પિટલમાં સારવાર માટે એરલીફ્ટ કરવામાં આવ્યા છે, જેમનો હાલ જ્યોતિરમઠના સેના હોસ્પિટલ ખાતે ઇલાજ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે હવામાન સાફ રહેવાને કારણે બચાવ અભિયાનમાં ઝડપ આવશે.