LIVE Crocodile Attack Video જોઇને દંગ રહી જશો: તળાવમાં નાહી રહેલા યુવાનને આંબી ગયો મગર

crocodile attack video: ઉનાળો આવે અને નદી સરોવર કે સ્વિમિંગ પૂલમાં નાહવા માટે લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ નદી તળાવમાં જોખમ કેટલુ હોય છે તે પણ લોકો જાણે છે. ત્યારે એક એવા જ જોખમનો સામનો આ યુવાનને થયો કે માંડ માંડ તેનો જીવ બચ્યો.

સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક યુવાન તળાવમાં નાહી રહ્યો છે .પરંતુ અચાનક જ તેની આસપાસ એક જીવ આવે છે જેના કારણે તેનું જીવ જોખમમાં મુકાઈ જાય છે.

યુવાન નાહી રહ્યો છે તે દરમિયાન અચાનક જ એક મગર તેની આસપાસ ચક્કર મારે છે અને અચાનક જ આ યુવક પર હુમલો કરવા જાય છે. પરંતુ આ યુવાનને આજુબાજુમાં કંઈક છે તેવી ખબર પડી જતા તરત જ સચેત થઈ જાય છે. અને આજુબાજુમાં જે જીવ ફરી રહેલું હતું તે બીજું કંઈ નહીં પરંતુ પાણીનો ખતરનાક જીવ ગણાય છે એવો મગર હતો. આશરે ત્રણ ફૂટ જેટલો મગર જોઈ જતા યુવાન સચેત થઈ જાય છે, પરંતુ તરત જ ચોકનનો થઈ જાય છે. યુવાને તરત જ પાણીમાંથી હાથ બહાર કાઢ્યા અને મગરનું બચ્ચું પકડી લીધુ. આમ શિકાર કરવા આવેલા મગરને પોતાને પણ આ સચેત યુવાનથી બચવા તરફડિયા મારવા પડ્યા અને યુવાને આ મગરના બચ્ચાને ફેંકી દીધો અને જીવ બચાવીને ભાગવા લાગ્યો.

આ યુવાનના નસીબ એટલા સારા હતા કે મગર નાનો હતો અને સમય પહેલા યુવાનને ખબર પડી ગઈ. જો યુવાનને ખબર ના પડી હોત અથવા મગર પુખ્ત વહી ન હોત તો આ યુવાનના રામ રમી ગયા હોત. તમે પણ આ વિડીયો જોઇને દંગ રહી જશો.

 

View this post on Instagram

 

A post shared by bajoellente11 (@bajoellente11)