BSNLના ધમાકેદાર રીચાર્જ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન: 5 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે આટલા ફાયદા

BSNL Prepaid Plan: ભારત સંચાર નિગમનો આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જેઓ તેમનો નંબર માત્ર કોલિંગ માટે જ વાપરે છે. આ પ્રીપેડ પ્લાન (BSNL Prepaid Plan) ખાસ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા અને સેકન્ડરી સિમ તરીકે BSNL નંબર ધરાવતા યુઝર્સને ફાયદો થશે. BSNL એ તાજેતરમાં 90 દિવસની માન્યતા સાથેનો નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સહિત અન્ય ઘણા ફાયદા મળે છે. ટ્રાઈના આદેશ બાદ ખાનગી કંપનીઓની જેમ ભારત સંચાર નિગમ લિમિટેડે પણ ઘણા વોઈસ ઓન્લી પ્લાન લોન્ચ કર્યા છે.

કંપનીએ આ પ્રીપેડ પ્લાન પણ ટ્રાઈના નિયમો હેઠળ માત્ર વૉઇસ કૉલિંગ અને મેસેજ માટે લૉન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ડેટાનો લાભ નથી મળતો. ભારત સંચાર નિગમ લિમિટેડનો આ રિચાર્જ પ્લાન ખાનગી કંપનીઓ કરતાં ઓછી કિંમતે આવે છે.આ રિચાર્જ પ્લાન BSNLના બિહાર ટેલિકોમ સર્કલ યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનની કિંમત 439 રૂપિયા છે અને તેને સ્પેશિયલ ટેરિફ વાઉચર તરીકે ઓફર કરવામાં આવી છે.

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 90 દિવસની વેલિડિટી મળે છે. યુઝર્સને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળશે. એટલું જ નહીં, TRAIના આદેશ અનુસાર, સરકારી ટેલિકોમ કંપનીના આ પ્લાનમાં યુઝર્સને કુલ 300 ફ્રી SMSનો લાભ પણ મળે છે.

ભારત સંચાર નિગમનો આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને એવા યૂઝર્સ માટે છે જેઓ તેમનો નંબર માત્ર કોલિંગ માટે જ વાપરે છે. આ પ્રીપેડ પ્લાન ખાસ કરીને ફીચર ફોનનો ઉપયોગ કરતા અને સેકન્ડરી સિમ તરીકે BSNL નંબર ધરાવતા યુઝર્સને ફાયદો થશે.

તો બીજી તરફ BSNL પાસે એક એવો પ્લાન છે જે યુઝર્સને પાંચ રૂપિયાથી ઓછી કિંમતમાં અમર્યાદિત કોલિંગ અને ડેટા જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. આ પ્લાન 180 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેની કિંમત 897 રૂપિયા છે. ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે આ પ્લાન માંથાનો દુખાવો બની ગયો છે.