ઘાસ કાપવા ગયેલી 80 વર્ષની વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ, મારપીટ કરી આરોપી થયા ફરાર

Bihar 80 yr old woman rape: બિહારના ગોપાલગંજમાં માણસાઈને શર્મશાર કરનારી ઘટના સામે આવી છે. અહીંયા એક વ્યક્તિએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી હેવાનિયતની તમામ હદ પાર કરતા ખેતરમાં ઘાસ કાપવા માટે ગયેલી વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ (Bihar 80 yr old woman rape) આપ્યો છે. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે એફઆઇઆર નોંધી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે પોલીસ મેડિકલ તપાસમાં દુષ્કર્મની ઘટના ન બની હોય તેવું કહી રહી છે.

ઘાસ કાપવા માટે ગઈ હતી વૃદ્ધ મહિલા
હકીકતમાં સમગ્ર મામલો વૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. જ્યાં શુક્રવારના દિવસે એક વૃદ્ધ મહિલા ખેતરમાં ઘાસ કાપવા માટે ગઈ હતી. આ દરમિયાન ગામના જ બીજા સમુદાયના યુવક પોતાના બે મિત્રો સાથે પહોંચ્યો અને વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યા બાદ મારપીટ કરી ફરાર થઈ ગયો હતો.

ખેતરમાં બેભાન અવસ્થામાં મળી મહિલા
તેમજ જ્યારે વૃદ્ધ મહિલા ઘરે પાછી ન આવી તો પરિવારજનોએ શોધખોળ શરૂ કરી દીધી, તો તે ખેતરમાં મળી આવી હતી. મહિલાએ સમગ્ર વાત જણાવી હતી ત્યારબાદ પરિવારજનોના હોજ ઉડી ગયા હતા. તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી. પુત્રના ફરિયાદના આધારે એફઆઇઆર નોંધવામાં આવી અને એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

મેડિકલ તપાસમાં દુષ્કર્મોની પુષ્ટિ થઈ નથી
સ્થાનિક પોલીસ અધિકારી અભય કુમાર રંજનએ જણાવ્યું કે વૈકુંઠપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મામલો સામે આવ્યો છે. 80 વર્ષની વૃદ્ધ મહિલા સાથે સામુહિક દુષ્કર્મ કરવાને લઈને તેના પુત્ર દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવી છે, પરંતુ મેડિકલ તપાસમાં દુષ્કર્મની વાત સાબિત થતી નથી. મારપીટ થઈ છે. FIR નોંધવામાં આવી છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે.