Sunita Williams splashdowns: ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથીદાર બૂચ વિલ્મોર સાથે 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. નાસાના આ (Sunita Williams splashdowns) બે અંતરિક્ષયાત્રીઓ કુલ 286 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. 17 કલાકની મુસાફરી પછી, ડ્રેગન અંતરિક્ષયાન 19 માર્ચના રોજ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું હતું.
A pod of Dolphins stopped by to say welcome home to the Astronauts! 🐬 pic.twitter.com/0XXdMJbKG8
— DogeDesigner (@cb_doge) March 18, 2025
સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને કર્યું સ્વાગત
ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું નાસાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. ડ્રેગન કેપ્સ્યુલ જોરથી દરિયામાં પડવાની સાથે જ ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. સુનિતાના યાનને દરિયામાં ડોલ્ફિને ઘેરીને તેની આસપાસ કૂદવા લાગી હતી. આ દ્રશ્ય એવું લાગી રહ્યું હતું કે જાણે આ ડોલ્ફિન 9 મહિના પછી પૃથ્વી પર પરત ફરેલી સુનિતાનું સ્વાગત કરી રહી છે. આ ખૂબ જ સુંદર દ્રશ્ય હતું.
PROMISE MADE, PROMISE KEPT: President Trump pledged to rescue the astronauts stranded in space for nine months.
Today, they safely splashed down in the Gulf of America, thanks to @ElonMusk, @SpaceX, and @NASA! pic.twitter.com/r01hVWAC8S
— The White House (@WhiteHouse) March 18, 2025
ઈલોન મસ્કે શેર કર્યો વીડિયો
સુનિતાને ધરતી પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઉદ્યોગપતિ ઈલોન મસ્કે X પર આ વીડિયો રીપોસ્ટ કર્યો છે. જૂન 2024માં સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. આ મિશનમાં બુચ વિલ્મોર પણ તેમની સાથે હતા. સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન, જે તેમને પૃથ્વી પર પાછું લાવવાનું હતું, તે તૂટી ગયું. આ પછી લાંબો સમય રાહ જોવી પડી. અંતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ તેમણે આ કામ ઈલોન મસ્કને સોંપી દીધું. ત્યારબાદ આ મિશન 19 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App