આ ડોશીને પોતાની જિંદગી કરતાં બીડી વધારે વ્હાલી છે, તમે જાતે જ જોઈ લો કારનામા..

Bidi viral video: સોશિયલ મીડિયા પર એવો કોઈ દિવસ નથી વીતતો જ્યારે કોઈ વિડિયો વાયરલ ન થયો હોય. તમે પણ સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હશો તો આવા વિડિયો તમે જોતા જ હશો. ક્યારેક બાળકોના ડાન્સ ના વિડીયો વાયરલ થાય છે તો ક્યારેક કોઈ જુગાડ ના વિડીયો (Bidi viral video) વાયરલ થતા હોય છે. ત્યારે ફોલોવર્સ અને લાઈક મેળવવાની ચાહનામાં જીવલેણ સ્ટંટના વિડિયો પણ વાયરલ થતા હોય છે. હાલમાં એક અલગ જ પ્રકારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં શું જોવા મળ્યું?
હમણાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોઈ હોસ્પિટલનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વૃદ્ધ મહિલા બેસેલી છે અને તેને ઓક્સિજનનું માસ્ક લગાવેલું છે. પરંતુ આ દાદીને બીડી એટલી બધી વહાલી છે કે તેના ચક્કરમાં ઓક્સિજન માસ્ક હટાવી લે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ ડોશી માસ્ક હટાવે છે અને ત્યારે તેને કોઈ બીડી આપે છે. આ વૃદ્ધ મહિલા જુએ છે કે બીડી સળગી રહી છે કે નહીં અને તરત જ તે તેનો એક કચ્છ લગાવે છે એવામાં અચાનક તેની પાસેથી બીડી કોઈ છીનવી લે છે.

અહીંયા જુઓ વાયરલ વિડિયો

તમે હમણાં જે વીડિયો જોયો તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શન માં લખ્યું છે કે અમ્મા ઓપી. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ વૃદ્ધ મહિલા નો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.