strange divorce case: મદ્રાસ હાઇકોર્ટમાં છુટાછેડા પર એક નિર્ણય સંભળાવ્યો છે. અહીંયા એક પતિને પસંદ ન હતું કે તેની પત્ની અશ્લીલ ફિલ્મો જુએ અને હસ્તમૈથુન કરે. પતિએ (strange divorce case) પત્ની સાથે આ બાબતે વાંધો હોવાને લીધે છૂટાછેડા માંગ્યા. પરંતુ હાઇકોર્ટે તેને ના મંજૂર કર્યા હતા. સાથે જ હાઇકોર્ટે તર્ક આપ્યો હતો કે તે કોઈ ગુનો નથી અને છૂટાછેડા નું યોગ્ય કારણ પણ નથી.
ફેમિલી કોર્ટએ પહેલા પતિની અરજીને ફગાવી દીધી હતી, ત્યારબાદ તેણે હાઇકોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. ન્યાયમૂર્તિ જીઆર સ્વામીનાથન અને ન્યાયમૂર્તિ આર પૂર્ણિમાની ખંડપીઠએ બુધવારે કહ્યું કે જ્યારે પુરુષોમાં હસ્તમૈથુનને સાર્વભૌમિક માનવામાં આવે છે તો મહિલાઓ દ્વારા કરવામાં આવે તો તેને કલંકિત કહેવામાં ન આવી શકે. હસ્તમૈથુન બા પુરુષો તરત સંભોગમાં સામેલ નથી થઈ શકતા, પરંતુ મહિલાઓના કેસમાં આવું નથી. આ વાત પણ સાબિત નથી થઈ કે જો પત્નીને હસ્તમૈથુરની આદત હોય તો કદી પતિ-પત્ની વચ્ચે લગ્ન સંબંધ પ્રભાવિત થશે.
કોર્ટે નિર્ણય સંભળાવતા જજોએ કહ્યું કે જો લગ્ન બાદ કોઈ મહિલા લગ્નની સિવાય સંબંધ બનાવે છે તો તે છૂટાછેડાનું યોગ્ય કારણ છે, પરંતુ આત્મસુખમાં લિપ્ત રહેવું છૂટાછેડાનું કારણ બનતું નથી. આ વાત સાબિત નથી કરતી કે પત્ની પતિ પર ક્રુરતા કરી રહી છે. તે ફક્ત પોતાના આનંદ મેળવવા માટે આવું કરી રહી છે. આવી ફિલ્મો પતિ અથવા પત્નીના મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.
કોર્ટે આગળ કહ્યું કે જો કોઈ અશ્લીલ ફિલ્મ જોનારો બીજા પતિ અથવા પત્નીને પોતાની સાથે સામેલ થવા માટે મજબૂર કરે છે તો તેને નિશ્ચિત રૂપે ક્રુરતા ગણવામાં આવશે.
2018માં થયા હતા બંનેના લગ્ન
માહિતી અનુસાર અદાલતમાં સુનવણી ચાલી રહી હતી જે દરમિયાન છુટાછેડાની માંગણી કરનારા પતિની અરજીને ફગાવી દેવામાં આવી છે. બંનેના લગ્ન જુલાઈ 2018 માં હિન્દુ રીતે રિવાજ મુજબ એક મંદિરમાં થયા હતા. આ બંનેના આ બીજા લગ્ન હતા અને આ લગ્નથી તેમને કોઈ બાળક નથી. ડિસેમ્બર 2020 માં અલગ થઈ ગયા. પત્ની તેના ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી, તેમજ પુરુષે છૂટાછેડા માંગ્યા હતા. ફેબ્રુઆરી 2024 માં ફેમિલી કોર્ટએ પુરુષની અરજીને ફગાવી દીધી. આ નિર્ણયને પડકાર કરતા તેણે 2024 માં હાઇકોર્ટમાં અરજી કરી હતી.
પત્ની વિરુદ્ધ શું આરોગ લાગ્યા
પતિના જણાવ્યા અનુસાર તે ખૂબ ખર્ચો કરે છે. જેને આટલી ફિલ્મો જોવાની આદત છે. તે કાયમ હસ્તમૈથુન કરે છે. તે ઘરના કામ કરવાની ના પાડે છે. પરિવારજનો સાથે તેનો વ્યવહાર યોગ્ય નથી. ફોન પર કલાકો સુધી વાત કરતી રહે છે. જોકે પત્નીએ આ તમામ આરોગોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે જો તેનો પતિ સાચો હોય તો તે બે વર્ષ સુધી સાથે કેમ રહ્યા. પતિ અન્ય આરોપોને સાબિત કરવામાં સક્ષમ નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App