જે કંપનીએ બનાવ્યું બુર્જ ખલીફા, તે કંપનીને ભારતમાં ખરીદવા જઈ રહ્યા છે આ વ્યક્તિ, જાણો કોણ?

Emaar Adani deal: અદાણી ગ્રુપ દુબઈની રિયલ એસ્ટેટ કંપની એમ્માર ગ્રુપના ભારતીય યુનિટને ખરીદવા જઈ રહ્યું છે. આ સોદો લગભગ 1.4 અબજ ડોલર એટલે કે લગભગ (Emaar Adani deal) 12084 કરોડ રૂપિયાનો થનારો છે. જો આ સોદો થઈ જાય છે તો અદાણી ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની અદાણી રીયલ્ટી બિઝનેસ તેને પોતાના અંડરમાં લેશે.

એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે અદાણી રીયલ્ટી આ બિઝનેસમાં 400 મિલિયન ડોલર એટલે કે લગભગ 3453 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરશે. અદાણી ગ્રુપ અને એમ્માર ગ્રુપ વચ્ચે આ ડીલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. Blumbarg એ કહ્યું કે આ ડીલ આવતા મહિનામાં ફાઇનલ થઈ શકે છે.

જાન્યુઆરીથી વાતચીત ચાલી રહી છે
એમ્માર ગ્રુપ અને અદાણી ગ્રુપ વચ્ચે આ સોદાને લઈને જાન્યુઆરીથી ચર્ચાઓ ચાલી રહી છે. એમ્માર ગ્રુપ ભારતમાં એમ્માર ઇન્ડિયાના નામથી વેપાર કરી રહી છે. જેનો બિઝનેસ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ફેલાયેલો છે. આ કંપની અહીંયા હાલમાં કોમર્શિયલ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

બુર્જ ખલીફા ઉપરાંત આ ઈમારતો બનાવી ચૂકી છે કંપની
1997 માં શરૂ કરવામાં આવેલ આ કંપનીનો કારોબાર 10 દેશોમાં ફેલાયેલો છે. તે ઘણા દેશોમાં મોટી મોટી ઇમારતો બનાવી ચૂકી છે. આ કંપનીએ દુબઈમાં સ્થિત દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા બનાવી છે. દુનિયાનો સૌથી મોટો શોપિંગ મોલ દુબઈ મોલ પણ આ કંપની જ બનાવ્યો છે.

આ ઉપરાંત દુબઈ મરીના ઉપર ઘર અને દુકાનો, ડાઉન ટાઉન દુબઈનો ફાઉન્ડેશન વિસ્તાર, ભારતમાં પામ ડ્રાઈવ એમ્રલ્ડ હીલ્સ, ક્રીક હાર્બરમાં નવો પ્રોજેક્ટ, મિસ્રમાં ટુરીઝમ રિસોર્ટ, અબ્દુલ્લા સીટી અને દુબઈ હિલ્સ એસ્ટેટ બનાવ્યું છે.

અદાણી ગ્રુપનું રિયલ એસ્ટેટ થશે મજબૂત
આ કંપની ખરીદવાની સાથે જ ગૌતમ અદાણીની કંપની રીયલ એસ્ટેટ સેક્ટરમાં તેની સ્થિતી મજબૂત કરશે. અદાણી ગ્રુપ પાસે રિયલ એસ્ટેટ બિઝનેસમાં 24 મિલિયન સ્ક્વેર ફૂટની પ્રોપર્ટી છે. આ કંપની 61 મિલિયન સ્ક્વેર ફૂટ એરિયા પર કામ કરી રહી છે.