કપડાં ધોવાનો દેશી જુગાડ: સ્પીડ એવી કે વોશિંગ મશીન પણ ફેલ, જુઓ વિડીયો

Washing Machine Viral Video: સોશિયલ મીડિયામાં અવનવા વિડીયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલીક વખત જુગાડના એવા વીડિયો સામે આવતા હોય છે કે સૌકોઈ તે જોઈને (Washing Machine Viral Video) ચોંકી જાય છે.તેમાં પણ ભારતીયો જેવો જુગાડ પુરી દુનિયામાં કોઈ જ ના કરી શકે. ત્યારે આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

તમે પણ ચોક્કસથી આ વીડિયો જોઈને સ્તબ્ધ થઈ જશો. તમને ખ્યાલ જ હશે આપણા દેશમાં જુગાડુ લોકોની કોઈ કમી નથી. ઘણા લોકો એવા હોય છે જેમનું મન બીજા કોઈ કામ માટે હોય કે ન હોય પરંતુ જુગાડની વાત આવતાની સાથે જ તેમનું મન ગોળીની ગતિથી કામ કરવાનું શરૂ કરી દે છે.

જુઓ જુગાડવાળું વોશિંગ મશીન…
આજના સમયમાં કપડાં ધોવા માટે તમારા બધાના ઘરમાં વોશિંગ મશીન હશે. કેટલાક લોકો પાસે ઘરે સંપૂર્ણપણે ઓટોમેટિક વોશિંગ મશીન હશે જ્યારે કેટલાક લોકો પાસે સેમી-ઓટોમેટિક વોશિંગ મશીન હશે. પરંતુ કેટલાક લોકો આમાંથી પણ રસ્તો શોધે છે, અને તેઓ તે એવી રીતે જુગાડ કરે છે કે લોકોને આશ્ચર્ય થાય છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ ડ્રમને વોશિંગ મશીનમાં ફેરવી રહ્યો છે. તેણે ડ્રમમાં મોટર સાથે થોડી વધુ સેટિંગ્સ પણ કરી અને પછી તે જુગાડ વોશિંગ મશીનની જેમ કામ કરવા લાગ્યો. હવે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

‘આ જુગાડ ભારત બહાર ન જવો જોઈએ’
તમે જે વીડિયો જોયો છે તે ઈન્સ્ટાગ્રામ પર theindiansarcasm નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું હતું, આ જુગાડ બહાર ન જવો જોઈએ. સમાચાર લખાય ત્યાં સુધીમાં હજારો લોકોએ વીડિયો જોઈ લીધો હતો. વીડિયો જોયા પછી એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું – આ ખૂબ જ ખતરનાક લોકો છે. બીજા એક યુઝરે લખ્યું – ભારત નવા નિશાળીયા માટે નથી.