આંગણવાડી બની કુશ્તીનો અખાડો, 2 મહિલા શિક્ષકો એવી જગડી કે પહેલવાનો પણ પાછા પડે, જાતે જ જોઈ લો

Teacher fight video: ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત એક આંગણવાડી કેન્દ્રમાં સહાયકા અને શિક્ષિકા વચ્ચે દંગલ જોવા મળ્યું હતું. મામલો છાતા તાલુકાનો છે. આંગણવાડી સહાયકા અને શિક્ષક વચ્ચે ઢીકા પાટુની મારામારી થઈ હતી. એકબીજાને માર મારતા બંને જમીન પર પડી ગયા પરંતુ (Teacher fight video) મારપીટ ચાલુ રાખી હતી. આ સમગ્ર મારપીટનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

બીએસએ એ સ્થાનિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપી છે. તાલુકાના બહરાવળી ગામ સ્થિત પ્રાથમિક વિદ્યાલય પરિસરમાં જ આંગણવાડી કેન્દ્ર આવેલું છે. બુધવારના રોજ અહીંયા કોઈ વાતને લઈને મુખ્ય શિક્ષિકા અને આંગણવાડીની મહિલા કાર્યકર્તા વચ્ચે મારપીટ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કાર્યકર્તાએ લઘુ શંકા ગયા બાદ મુખ્ય શિક્ષકની પાણીની બોટલમાંથી હાથ ધોયા હતા. આ જોઈ મુખ્ય શિક્ષિકા ગુસ્સે થઈ ગઈ હતી.

શરૂઆતમાં તો બંને વચ્ચે બોલાચાલી થઈ પરંતુ ત્યારબાદ આ બોલા ચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને માર્કિટ શરૂ થઈ હતી. શાળાના વિદ્યાર્થીઓ આ જોઈને ડરી ગયા હતા. બંને વચ્ચે ગાળા ગાળી પણ થઈ હતી. આ જોઈ ઘણા બાળકો રડવા લાગ્યા હતા. આ મામલો અહીં શાંત થયો ન હતો. ત્યારબાદ શિક્ષિકાએ આંગણવાડીની કાર્યકર્તાને તમાચો માર્યો હતો. જોતો જોતામા બંને એકબીજાના વાળ પકડી એકબીજાને મારવા લાગ્યા હતા. પોતાની માતાને માર ખાતા જોઈ આંગણવાડી કાર્યકર્તાનો એક દીકરો પણ આવી ગયો. જે પણ શિક્ષિકાને માર મારવા લાગ્યો હતો.

ગામના લોકોએ મામલો થાળી પાડ્યો
આ લડાઈ જોઈ બાળકોએ શોર-બકોર કર્યો હતો. ખૂબ જ મુશ્કેલીથી ત્યાં રહેલા લોકોએ બંનેને અલગ કર્યા હતા. આ લડાઈ પૂર્ણ થતા જ આંગણવાડી કાર્યકર્તા બેહોશ થઈ ગઈ. જેને ઈલાજ માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. હાલમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. શાળાના કેમ્પસમાં જ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યું છે. શિક્ષણ અધિકારી અને તેની તપાસ આપવામાં આવી છે. તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ મુખ્ય શિક્ષિકાની ભૂલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આ મામલે શું એક્શન લેવામાં આવે છે?