UP Income Tax Notice: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદની એક ઝૂંપડપટ્ટીમાં રહેતી મજૂરી કરતી મહિલાને આવકવેરા વિભાગે 4 કરોડ 88 લાખ37 હજાર, 927 રૂપિયાની નોટિસ મોકલી છે. મામુલી મજૂરી કરી ભેટ ભરનારી આ મહિલાના નામે કરોડો રૂપિયાનું બોગસ વેચાણ દેખાડી (UP Income Tax Notice) કોઈએ તેની સાથે છેતરપિંડી કરી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલો ખૂબ ચોકાવનારો છે. આવકવેરા વિભાગે આ મહિલાને 17 એપ્રિલ સુધી જવાબ આપવા માટે સમય આપ્યો છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ મામલો ખેરાગઢ વિસ્તારનો છે. અહિયાં રહેતી 53 વર્ષની સાબરા મજૂરી કરી પોતાની અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. ગઈ 30 માર્ચના રોજ તેને સરકારી ટપાલ મળી હતી, ત્યારબાદ તેનો પરિવાર આઘાતમાં છે.
આયકર વિભાગે ઇન્કમટેક્સ એક્ટ 1961ની ધારા 148A(1) અંતર્ગત નોટિસ મોકલી હતી. આરોપ છે કે વર્ષ 2021-22 દરમિયાન સાબરાના નામે કરોડોનું બોગસ વેચાણ બતાવવામાં આવ્યું છે, એટલે કે એવું વેચાણ જે હકીકતમાં થયું જ નથી. આ સમગ્ર લેવડદેવડના આધારે આવકવેરા વિભાગે ટેક્સ ચૂકવવા માટે નોટિસ મોકલી છે. સાબરાએ કહ્યું કે તેને ઇન્કમટેક્સ નો અર્થ પણ ખબર નથી અને તે ક્યારેય આટલા બધા પૈસા વિશે સપનામાં પણ વિચારતી નથી.
સાબરા અને તેનો પતિ બંને મજૂરી કરે છે. મહિલા જણાવે છે કે તેની પાસે પાનકાર્ડ છે પરંતુ તેણે અત્યાર સુધીમાં આ પાનકાર્ડ કોઈને પણ આપ્યું નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે મજૂરી કરનાર મહિલાને પાનકાર્ડની શું જરૂરત છે? શું કોઈ અન્ય વ્યક્તિએ તેનું આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી તેનો ખોટો ઉપયોગ કર્યો છે?
સાબરાને 1 એપ્રિલના રોજ નોટિસ મળી હતી, જે અંગ્રેજીમાં હતી. તે ભણેલી નથી એટલા માટે ટપાલીને અંગૂઠો લગાવી તે ચિઠ્ઠી લીધી હતી. નોટિસમાં આપવામાં આવેલ પાન નંબરનો ઉપયોગ કરોડોની લેવડદેવડમાં થયો છે જે એક નકલી લેવડદેવડનો મામલો જણાવવામાં આવી રહ્યો છે.
સીએ અને ટેક્સ એક્સપર્ટ આરપી ગોયલનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો આધાર અને પાનકાર્ડનો ખોટો ઉપયોગનો લાગી રહ્યો છે. તેના આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ભારે નકલી લેવડદેવડ બતાવી છે. જેનાથી ટેક્સ બચાવવામાં આવી શકે. હવે આ મામલો કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત આગળ વધશે. નોટિસ મેળવનારી મહિલાની સમય પર જવાબ દાખલ કરવો જરૂરી છે.
આવકવેરા વિભાગે 17 એપ્રિલ સુધી જવાબ આપવાનો સમય આપ્યો છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે એક ઝૂંપડપટ્ટીમાં રહેતી મજૂર મહિલા કરોડોની લેવડદેવડની આ નકલી કહાનીમાં કેવી રીતે ફસાઈ ગઈ? શું આ કોઈ મોટો સ્કેમ છે?, જેમા ગરીબોની ઓળખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હવે તપાસ બાદ જ આ ઘટના વિશે સચોટ માહિતી સામે આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App