ઘોર કળિયુગ! બનાસકાંઠામાં સગી માને પુત્રએ પાવડાના ઘા ઝીંકીં મોતને ઘાટ ઉતારી, જાણો કાળજું કંપાવતી ઘટના

Banaskantha Crime News: ઘણા એવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે, જે ખરેખર કળિયુગ હોવાની સાબિતી આપે છે. ક્યારેક સંબંધોની પણ હત્યા કરતા લોકો ખચકાતા નથી, આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લામાં બન્યું. વડગામ તાલુકામાં એક પુત્ર જ માતાની હત્યાનો (Banaskantha Crime News) આરોપ છે. જે પુત્રને માતાએ લાડકોડથી ઉછેર્યો તે જ પુત્રએ મોટા થઈ માતાનું જ ઢીમ ઢાળી દીધું.

પાવડો મારીને કરી હત્યા
કળિયુગમાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે ખરેખર ચોકાવનારા હોય છે. ક્યારેક સંબંધોની પણ હત્યા આ કળિયુગમાં કરતા લોકો ખચકાતા નથી ત્યારે કંઈક આવું જ થયું છે બનાસકાંઠા જિલ્લામાં,બનાસકાંઠાના વડગામ તાલુકામાં પુત્ર જ માતાનો હત્યારો બન્યો છે.જે પુત્રને નવ નવ મહિના માતાએ પોતાની કોખમાં પાળી જન્મ આપ્યો તે બાદ અનેક પરિસ્થિતિઓનો સામનો કરી પુત્રને લાડકોટથી ઉછેર્યો તે જ પુત્ર હવે મોટો થઈ માતાનો જ હત્યારો બની ગયો.

જી હા આ ઘટના વડગામ તાલુકાના શેરપુરા (સેભર) ગામની છે જ્યાં અગમ્ય કારણોસર માતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થઈ અને આવેશમાં આવી ગયેલા હત્યારા કપૂત પુત્ર પરિમલ કટારીયાએ માતા મધુબેન કટારીયાના માથાના ભાગે પાવડાના ઘા ઝીંકી માં ને લોહી લુહાણ કરી દીધી જેના કારણે મા ત્યાં જ ઢળી પડી આખરે તેનું મોત થયું.

સામાન્ય બોલાચાલીમાં થઈ હત્યા
જોકે સગી માં ને મોતને ઘાટ ઉતાર્યા બાદ આ કપૂત પરિમલ ફફડી ઉઠ્યો અને ઘરેથી રફુ ચક્કર થઈ ગયો. જોકે તે બાદ ઘટનાની જાણ વડગામ પોલીસને થતા વડગામ પોલીસ એફએસએલ સહિતની ટીમો લઈ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી તો પોલીસને જાણવા મળ્યું કે સગા દીકરા પરીમલે જ તેની માતાની હત્યા કરી દીધી છે. અને આ કપૂત પરિમલ ઘરેથી હત્યા કર્યા બાદ રફુચક્કર થઈ ગયો છે.

તે બાદ વડગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કપૂત પરિમલ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા અને તે દરમિયાન જ પિતાએ તેમના કપૂત પુત્ર પરિમલ સામે માતાની હત્યા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આ કપુત પરિમલને દબોચી લીધો છે અને તે બાદ તેની પૂછપરછ હાથ ધરી તો માતા અને પુત્ર વચ્ચે અગમય કારણોસર બોલાચાલી થઈ હતી અને આ બોલા ચાલી દરમ્યાન આવેશમાં આવી ગયેલા આ કપૂત પરિમલે તેની જનની જનેતાનું જ ઢીમ ઢાળી દીધું હોવાનું ખુલ્યું છે.

પુત્રના કારસ્તાનના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે
અત્યારે તો વડગામ પોલીસે આ કપૂત પરિમલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ મહત્વનું છે કે કળિયુગમાં પોતાના સ્વાર્થ ખાતર ક્યારેક પત્ની તો ક્યારેક પતિ તો ક્યારેક પુત્ર પણ પોતાના સંબંધોની હત્યા કરતા ખચખાતા નથી કંઈક આવો જ આ કિસ્સો ફરી એકવાર બનાસકાંઠાના વડગામ તાલુકામાંથી સામે આવ્યો છે

જેમાં જે માતાએ પુત્રને લાડકોડથી મોટો કર્યો તે જ પુત્રએ હવે માતાની હત્યા કરી નાખી છે જેની સામે હાલ તો ચોમેર ફિટકાર વરસી રહ્યો છે. પોતાની માતાની હત્યા કરતા પુત્રને પણ જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે પિતાનુ જીવન એકલવાયુ બની ગયું છે અને આવા પુત્રના કારસ્તાનના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે.