રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવતીએ ગુમાવી રીયલ લાઈફ, જુઓ મોતનો લાઇવ વિડિયો

death due to reels: આજકાલના સમયમાં નાના-મોટા દરેક લોકો પર રીલ્સ બનાવવાનું ભૂત સવાર થયેલું જોવા મળે છે. પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ રહી છે કે લોકો પોતાના બાળકોને પણ આ હોડમાં સામેલ કરી રહ્યા છે. એવું તેઓ એટલા માટે કરી રહ્યા છે કે બીજા બાળકોની (death due to reels) જેમ પોતાના બાળકો પણ વાયરલ થાય. આજ હરોળમાં એક છોકરીનો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક માતા પોતાની દીકરીને ગંગા કિનારે રીલ બનાવવા માટે નદીમાં મોકલે છે અને ત્યારબાદ કંઈક એવું બને છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.

વાયરલ થઈ રહેલો આ મામલો ઉત્તરકાશીનો છે. જ્યાં સોમવારની બપોરે એક યુવતી રીલ બનાવતા બનાવતા ગંગા નદીના પ્રચંડ પ્રવાહમાં વહી ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ગંગાઘાટ કિનારે મહિલા રિલ બનાવી રહી હોય છે. ચોકાવનારી વાત તો એ છે કે આ યુવતી કોઈ સુરક્ષાના સાધનો વગર નદીમાં ઉતરી રીલ બનાવવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન કંઈક એવું થાય છે કે મહિલાની રીયલ લાઈફ રિલના ચક્કરમાં ગુમાવી દે છે. જેને જોઈ લોકો પણ દુઃખી થઈ રહ્યા છે.

અહીંયા જુઓ વિડિયો

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પાણી ખૂબ ઠંડુ હતું અને પ્રવાહ ખૂબ ઝડપી હતો. તેમ છતાં કશું વિચાર્યા વગર તે પાણીમાં રીલ બનાવવા માટે ઉતરી જાય છે. આ દરમિયાન તેનો પગ લપસે છે અને તે નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જાય છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો આ ઘટના ઉત્તર કાશીના મણિકર્ણિકા ઘાટની છે. મૂળ નેપાળની એક મહિલા તે ગંગા કિનારે વિડીયો બનાવી રહી હતી.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી ચૂક્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે આ રીતે બિલ બનાવવા માટે બાળકોને કોણ ખુલ્લા મૂકે?, તો અન્ય એક વ્યક્તિ લખે છે કે રિલ ચક્કરમાં છોકરીએ પોતાની રીયલ લાઈફ ગુમાવી દીધી. આ ઉપરાંત ઘણા લોકોએ પણ પોતાના વિચારો રજૂ કર્યા છે.