DJ ની લેઝર લાઇટને કારણે બગડ્યું હવામાં ઉડી રહેલા વિમાનનું સંતુલન, 172 મુસાફરો ભરેલું વિમાન…

Indigo flight in danger: બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા એક વિમાન દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એક જાનમાં વાગી રહેલા ડીજેની લાઈટએ આખા વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. ઘટના એ (Indigo flight in danger) સમયે થઈ હતી જ્યારે પટના એરપોર્ટ પર વિમાન લેન્ડ થવાનું હતું. જોકે પાયલટે  ખૂબ ધૈર્ય અને સુજબુજ દેખાડતા વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું.

આ ઘટના ગુરૂવારની સાંજની જણાવાઈ રહી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર indigo ની એક ફ્લાઈટ પુણેથી પટના જવા માટે નીકળી હતી. આ ફ્લાઈટને પટના એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું. જેવું વિમાન લેન્ડ કરવા લાગ્યું તેવામાં એરપોર્ટથી થોડા જ અંતરે એક જાનમાં ડીજે વાગી રહ્યું હતું. આ ડીજેમાં લેઝર લાઇટ પણ મૂકવામાં આવેલી હતી. બસ આ લાઈટને કારણે જ વિમાનનું સંતુલન બગડ્યું હતું.

વિમાનમાં સવાર હતા 172 મુસાફરો
જણાવાઈ રહ્યું છે કે ત્યારે વિમાનમાં 172 મુસાફરો હાજર હતા. જોકે પાઈલટે હોશિયારી દેખાડતા વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું. વિમાનને લેન્ડ કરાવ્યા બાદ તરત જ તેની ફરિયાદ એરપોર્ટ પ્રશાસનને કરી હતી, ત્યારબાદ એરપોર્ટ પ્રશાસન હરકતમાં આવ્યું. એરપોર્ટ અધિકારીઓએ આ ઘટનાની જાણ તરત જ પોલીસ સ્ટેશનને કરી હતી. જોકે પોલીસ કઈ કરે તે પહેલા જ ડીજે ખૂબ આગળ નીકળી ગયું હતું.

મોટી દુર્ઘટના ટળી
જણાવવામાં આવી રહ્યું છે કે ડીજેની લાઈટ એવા જ પ્રકારની હતી, જે પ્રકારની લાઈટ એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલની હોય છે. ડીજેની લાઈટ એ સમયે જ ચાલુ થઈ હતી જ્યારે લેન્ડિંગ વખતે એટીસી પોતાની લાઈટ શરૂ કરે છે. જોકે આ સમગ્ર ઘટનામાં પાયલેટ એ ચપળતા દાખવી, નહીં તો એક મોટી દુર્ઘટના બની હોત.