કરંટથી તડપી રહ્યો હતો માસુમ, યુવકે જીવના જોખમે બચાવ્યો જીવ, જુઓ હૃદય સ્પર્શી વિડિયો

Life saving video: 24 વર્ષે એક યુવક કન્નન તમીઝસેલ્વનએ પોતાના જીવને જોખમમાં નાખી 9 વર્ષના એક બાળકને વીજળીના ઝટકાથી બચાવ્યો હતો. હૈયુ હચમચાવી દેનારી આ ઘટના તમિલનાડુના ચેન્નઈમાં 16 એપ્રિલના રોજ બની હતી, જેના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા (Life saving video) પર વાયરલ થઈ રહ્યા છે. લોકો યુવકની બહાદુરી ભર્યા કામની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ ફૂટેજમાં સ્કૂલનો વિદ્યાર્થી રસ્તા વચ્ચે ભરાયેલા પાણીમાં વીજળીના ઝટકાથી તડકો દેખાઈ રહ્યો છે, બરાબર તે જ સમયે આ યુવક હીરોની જેમ એન્ટ્રી લઈ માસુમ બાળકને મોતના મુખમાંથી બહાર ખેંચી કાઢે છે.

વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જે સમયે બાળક પડ્યો તે સમયે આ યુવક પોતાની બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ વગર વિચારે તેણે તેની બાઈક ઉભી રાખી અને કરંટથી તડપી રહેલા માસુમ બાળકને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢ્યો હતો. આ વિડીયો એ માણસાઈ અને બહાદુરીની મિશાલ રજૂ કરી છે.

ઇન્ડિયા ટુડે માં છપાયેલા રિપોર્ટ અનુસાર 3 જા ધોરણમાં અભ્યાસ કરતો આ બાળક વરસાદના પાણીથી ભરેલા રોડને પાર કરી ઘરે જઈ રહ્યો હતો. પરંતુ જેવો તે જંકશન બોક્સની પાસે પહોંચ્યો અને ભૂલથી ખુલ્લા તાર પર પગ રાખી દીધો હતો જેના કારણે તે પાણીમાં પડી ગયો હતો. વીડિયોમાં તમે જોશો કે બાળક વીજળીના સંપર્કમાં આવતાની સાથે જ પડી જાય છે અને હલનચલન બંધ કરી દે છે. તે વખતે ત્યાં એક સ્કુટી ચાલક પણ હાજર હતો પરંતુ આ યુવક એકલો જ કંઈ વિચાર્યા વગર માસુમ બાળકને બચાવવા માટે બાઈક પરથી ઉતરી દોડી પડે છે.

આ વીડિયોને સોશિયલ મેળવ્યા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. માસુમ બાળકને બચાવવા માટે દોડેલા 24 વર્ષથી આ યુવકને 100 સલામ છે. વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

એક વ્યક્તિએ કમિટ કરતાં લખ્યું કે સમાજને આવા યુવકોની જરૂર છે. ભાઈને દિલથી સલામ છે. બીજા વ્યક્તિએ લખ્યું કે તમારી બહાદુરીના જેટલા વખાણ કરવું તેટલા ઓછા છે. આવા સમયમાં મોટાભાગે લોકોનું મગજ કામ કરતો બંધ થઈ જાય છે. પરંતુ તમે બાળકને બચાવવાની હિંમત અને માણસાઈની નવી મિશાલ રજૂ કરી છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે ભગવાન આવા માણસો પર પોતાની કૃપા કાયમ રાખે. અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે આ વીડિયોએ હૃદય સ્પર્શી લીધું છે. મને રોવું આવી ગયું પરંતુ તે ખુશીના આંસુ છે.