રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફરકાવ્યો તિરંગો, આપવામાં આવી 21 તોપોની સલામી

આખા દેશમાં આજે 71 ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે. અવસરે દિલ્હીમાં રાજપથ પર વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં દેશની વધતી સૈન્ય શક્તિ,…

આખા દેશમાં આજે 71 ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે. અવસરે દિલ્હીમાં રાજપથ પર વિશિષ્ટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં દેશની વધતી સૈન્ય શક્તિ, બહુમૂલ્ય સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક આર્થિક પ્રગતિ નું ભવ્ય પ્રદર્શન કરી રહ્યાયુ છે. રાજપથ ઉપર લાંબી-લાંબી ઝાંખીઓ,પરેડ અને આકાશમાં કરતબ દેખાડતા વાયુસેનાના વિમાન રોમાંચથી ભરી દે છે.આ વર્ષે ગણતંત્ર દિવસના કાર્યક્રમના મુખ્ય મહેમાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર મેસિયસ બોલસોનારો છે.

રાજપથ પર રાષ્ટ્રપતિએ ફરકાવ્યો તિરંગો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 71 માં ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર તિરંગો ઝંડો ફરકાવ્યો છે. હાઉસ રે તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. હાલમાં રાષ્ટ્રપતિ પરેડની સલામી લઇ રહ્યા છે.

પીએમ મોદીએ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ગણતંત્ર દિવસના અવસરે પ્રધાનમંત્રી મોદીએ વોર મેમોરિયલ પર પહેલી વખત શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જનરલ બિપીન રાવત, આર્મી ચીફ એમ એમ નરવણે, નેવી ચીફ એડમિરલ કર્મવીર સિંહ એરફોર્સ ચીફ આર.કે એસ ભાદોરિયા હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *