Bhagvan Prashuraam Jayanti 2025: ભગવાન પરશુરામને વિષ્ણુજીનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન પરશુરામ કળિયુગમાં પણ જીવી રહ્યા છે. વૈશાખ મહિનાની અખાત્રીજની સાથે સાથે પરશુરામ જયંતિ પણ મનાવવામાં આવે છે. આ વર્ષે પરશુરામ (Bhagvan Prashuraam Jayanti 2025) જયંતિ બુધવાર, 30 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન પરશુરામ એક એવા અવતાર છે જેને ગુસ્સો ખૂબ જલ્દી આવી જાય છે. કહેવાય છે કે ભગવાન પરશુરામએ ક્રોધમાં આવીને 21 વખત ક્ષત્રીયોનો સંહાર કર્યો હતો. પરંતુ સવાલએ ઉભો થાય છે કે ભગવાન પરશુરામ એ આવું શા માટે કર્યું?
કેવી રીતે મળ્યું પરશુરામ નામ?
પુરાણો અનુસાર પરશુરામનું મૂળ નામ રામ હતું, પરંતુ જ્યારે ભગવાન શિવએ પોતાનું પરશુ નામનું અસ્ત્ર તેમને આપ્યું, ત્યારે શિવજી દ્વારા અપાયેલ પરશુ ધારણ કરવાને કારણે તેઓ પરશુરામ કહેવાય.
21 વાર ક્ષત્રિયોનો સંહારની કથા
પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપમાં છઠ્ઠો અવતાર, મદાંધ સહસ્ત્રબાહુને પાઠ ભણાવવા માટે લીધો હતો. મહેશ્મતી નગરના રાજા સહસ્ત્રઅર્જુન ક્ષત્રિય સમાજના હતા. આ વંશના રાજા કાર્તવીર્ય અને રાણી કૌશિકના પુત્ર હતા. સહસ્ત્રઅર્જુનનું વાસ્તવિક નામ અર્જુન હતું. તેણે ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરી. ભગવાન દત્તાત્રેય તેની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેને વરદાન માંગવા માટે કહ્યું તો તેને દતાત્રે પાસેથી 10000 હાથના આશીર્વાદ મેળવ્યા.
ત્યારબાદ તેનું નામ અર્જુનથી સહસ્ત્રાર્જુન પડ્યું. તેને સહસ્ત્રબાહુ અને રાજા કાર્તિકવીર્ય પુત્ર હોવાને સહસ્ત્ર વીર પણ કહેવામાં આવે છે. કહે છે કે મહેશ્મતી સમ્રાટ સહસ્ત્રાર્જુન પોતાના ઘમંડમાં એટલો ચુર થઈ ગયો કે તેણે ધર્મની તમામ સીમાઓ ઓળંગી દીધી હતી. તેના અત્યાચારથી સમગ્ર સમાજ હેરાન પરેશાન થઈ ચૂક્યો હતો. તે એટલો ઘમંડી થઈ ગયો હતો કે તેણે વેદ, પુરાણ અને ધાર્મિક ગ્રંથોને પણ ન છોડ્યા. તેણે ધર્મ પુરાણોને ખોટા જણાવી બ્રાહ્મણનું અપમાન કરવાનું શરૂ કર્યું. તેઓ ઋષિમુનિના આશ્રમનો નાશ કરી તેનો વધ કરી દેતો હતો. તે એટલો દુરાચારી બની ગયો હતો કે તે પોતાની ખુશી અને મનોરંજન માટે અબળા નારીઓને ઉઠાવી તેનું સતીત્વ ખતમ કરવા લાગ્યો.
સહસ્ત્રઅર્જુનની લાલચ વધવા લાગી
એકવાર સહસ્ત્રઅર્જુન પોતાની આખી સેના સાથે જંગલો પાર કરતા જમદગની ઋષિના આશ્રમમાં વિશ્રામ કરવા માટે પહોંચ્યો. આ ઋષિએ પણ તેનો આશ્રમનો મહેમાન સમજી સ્વાગત સત્કાર કર્યો હતો. કહેવાય છે કે ઋષિ જમદગની પાસે દેવરાજ ઇન્દ્ર પાસેથી મળેલી દિવ્ય ગુણો વાળી કામધેનું નામની અદભુત ગાય હતી. મહર્ષિએ તે ગાયની મદદથી થોડી જ વારમાં આખી સેના માટે ભોજનની વ્યવસ્થા કરી. કામધેનુંના આવા ગુણ જોઈ સહસ્ત્રઅર્જુનને પોતાની રાજવી તાકાત વામણી લાગવા લાગી. તેના મનમાં આવી અદભુત ગાય મેળવવાની લાલચ જાગી. તેણે મહર્ષિ પાસે કામધેનુ ગાયની માંગણી મૂકી. પરંતુ ઋષિમુનિએ કામધેનુને આશ્રમ ની એકમાત્ર સંપત્તિ અને જીવન મરણની મૂડી જણાવી કામધેનું આપવાની ના પાડી. તેનાથી ગુસ્સે થઈ તેણે આ મહર્ષિના આશ્રમને ઉજાડી દીધો અને કામધેનુને લઈ જવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં સહસ્ત્રઅર્જુનના હાથોથી છૂટીને તે સ્વર્ગ તરફ ચાલી ગઈ.
ભગવાન પરશુરામ એ કર્યો સહસ્ત્રાર્જુનનો વધ
જ્યારે ભગવાન પરશુરામ પોતાના આશ્રમ પહોંચ્યા ત્યારે તેમની માતાએ તેમને સમગ્ર વાત જણાવી. પરશુરામ માતા પિતાના અપમાન અને આશ્રમની હાલત જોઈ ક્રોધિત થઈ ગયા. પરાક્રમી ભગવાન પરશુરામ એજ સમયે દુરાચારી સહસ્ત્ર અર્જુન અને તેની સેનાને નાશ કરવાનો સંકલ્પ લીધો. ભગવાન પરશુરામએ પોતાના પરશુ વસ્ત્ર સાથે લઈ સહસ્ત્રાંજુનના નગર મહેશ્મતીપૂરી પહોંચ્યા. જ્યાં બંને વચ્ચે યુદ્ધ થયું. પરંતુ ભગવાન પરશુરામના પ્રચંડ બળ આગળ સહસ્ત્રાર્જનનું કશું ન ચાલ્યું. ભગવાન પરશુરામએ દુષ્ટ સહસ્ત્ર અર્જુનની હજારો ભૂજાઓ અને ધડને પરશુથી કાપી તેનો વધ કરી નાખ્યો.
આવી રીતે 21 વખત ક્ષત્રિયોનો સંહાર થયો
પરશુરામ તેના પિતાના આદેશથી તે વધનું પ્રાયશ્ચિત કરવા માટે પરશુરામ તીર્થયાત્રા પર ચાલ્યા ગયા. ક્યારે મોકો જોઈ સહસ્ત્ર અર્જુનના પુત્રોએ પોતાના સહયોગી ક્ષત્રીયોની મદદથી તપસ્યા કરી રહેલ મહર્ષિ જમદગનીનો તેમના આશ્રમમાં માથું કાપી તેનો વધ કરી દીધો.સહસ્ત્રઅર્જુનના પુત્રોએ આશ્રમના તમામ ઋષિઓનો વધ કરી આશ્રમને સળગાવી દીધો. માતા રેણુકાના અસહાયતા વશ પુત્ર પરશુરામને વિલાપ સ્વરમાં યાદ કર્યા. આ સુર સાંભળી પરશુરામ આશ્રમ પહોંચ્યા, તો માતાને વિલાપ કરતા જોયા અને માતાની નજીક જ પિતાનું કપાયેલું માથું અને તેના શરીર પર 21 ઘા જોયા.
આ જોઈ પરશુરામ ખૂબ ક્રોધિત થઈ ગયા અને તેમણે શપથ લીધા કે જ્યાં સુધી આ વંશનો સર્વનાશ નહીં કરે આ ઉપરાંત સમસ્ત ક્ષત્રિય વંશનો 21 વાર સંહાર કરી આ ભૂમિને ક્ષત્રિય વિહીન કરી દેશે. પુરાણો અનુસાર આ વચનને તેમણે પૂરું પણ કર્યું હતું. ભગવાન પરશુરામ એ 21 વાર પૃથ્વી અને ક્ષત્રિય વિહીન કરી તેના લોહીથી સમંતપંચક વિસ્તારના પાંચ સરોવરોને લોહીથી ભરી દેવાના પોતાના સંકલ્પને પૂરો કર્યો. કહેવાય છે કે મહર્ષિ ઋષિક એ સ્વયમ પ્રગટ થઈને ભગવાન પરશુરામને આવું કરવાથી રોક્યા ત્યારે જઈને ક્ષત્રિયોનો વિનાશ રોકાયો હતો. ત્યારબાદ ભગવાન પરશુરામ એ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું અને તેમની આજ્ઞા અનુસાર અશ્વમેઘ અને વિશ્વજીત યજ્ઞ પણ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App