Hero VS TVS: ભારતીય ટુ વ્હીલર નિર્માતા TVS ટૂંક સમયમાં જ માર્કેટમાં પોતાની સૌથી સસ્તી બાઈકનું નવું મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. આ બાઈક ટીવીએસ સ્પોર્ટ હશે. કંપનીએ તેની ઝલક પણ જાહેર કરી છે. તેનાથી સામે આવ્યું છે કે હવે બાઈકને નવા કલર ઓપ્શન (Hero VS TVS) સાથે માર્કેટમાં મૂકવામાં આવશે. આશા છે કે નવા કલર ઓપ્શન સાથે નવી ગ્રાફિક ડિઝાઇન પણ હશે. જોકે ફેરફારોને કારણે બાઈકની કિંમતમાં નજીવો વધારો થઈ શકે છે.
TVS સપોર્ટની કિંમત હાલમાં લગભગ 60 હજારથી શરૂ થાય છે અને 72 હજાર રૂપિયા સુધી છે. બંને કિંમતો એક્સ શોરૂમ છે. આ બાઈક બે વેરીએન્ટમાં આવે છે. બંને વચ્ચે અંતર માત્ર ગ્રાફિક્સનું છે. કલર ઉપરાંત ગ્રાફિક્સ, સાઈડ પેનલ અને હેડલાઈટમાં પણ થોડો ઘણો ફેરફાર છે. આ બાઈકને પહેલા 100 સીસી એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ એપ્રિલ 2020 માં BS6 અપડેટ સાથે ટીવીએસએ તેને મોટા 110cc એન્જિન સાથે અપડેટ કરી હતી.
બાઈકમાં મળે છે પાવરફુલ એન્જિન
Tvs sports માં 109.7 cc સિંગલ સિલિન્ડર એન્જિન લગાવવામાં આવેલું છે, જે 7350 આરપીએમ પર 8.08 બીએચપીની મેક્સિમમ પાવર અને 4,500 આરપીએમ પર 8.7 NM નો ઉટપુટ આપે છે. ગિયર બોક્સ ફોર સ્પીડ યુનિટ છે. જોકે બ્રેકિંગ માટે બંને વ્હીલમાં ફક્ત ડ્રમ બ્રેક આપવામાં આવ્યા છે. આમાં ડ્રમ બ્રેક નથી. સસ્પેન્શનની ડ્યુટી આગળ તરફ ટેલિસ્કોપી અને પાછળ તરફ શોક એબ્ઝોર્બર મળે છે. આ બાઈકમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App