ઘરમાં ખાવા લોટ બચ્યો નથી અને આ પાકિસ્તાનની કરતુતો જુઓ, તમે જ જણાવો આવા લોકો પર શું કાર્યવાહી કરવી જોઈએ

Pakistan Terror Factory: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિરુદ્ધ લંડન સ્થિત પાકિસ્તાન ઉચ્ચ આયોગ બહાર શુક્રવારના રોજ ભારતીય મૂળના સેકડો લોકોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ પ્રદર્શનકારીઓ (Pakistan Terror Factory) તરફ ગળું કાપવાનો ઈશારો કરી આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. પાકિસ્તાની અધિકારી એક હાથમાં ભારતીય વાયુસેનાના પાયલેટ અભિનંદન વર્ધમાનનો પોસ્ટર લઈને ઉભો છે અને બીજા હાથમાં ચાનો કપ લઈ પ્રદર્શન કરી રહેલ ભારતીયોનો મજાક ઉડાવવાની કોશિશ કરી રહ્યો છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ યુઝર્સ ગળુ કાપવાનો ઈશારો કરવા માટે પાકિસ્તાન અધિકારીની ખુબ આલોચના કરી રહ્યા છે. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા યુઝરએ કહ્યું કે પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ તેમજ નેતાઓમાં શિષ્ટાચારની અછત ચોખ્ખી દેખાઈ રહી છે. તેઓનું કહેવું છે કે આવા પદ પર બેઠેલા અધિકારીઓ પાસેથી શિષ્ટાચારની આશા હોય છે, પરંતુ પાકિસ્તાનના નેતા અને સૈન્ય અધિકારીઓ અભણ હોય તેવું લાગી રહ્યું છે.

જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી 2019 માં થયેલ પુલવામાં આતંકી હુમલાબાદ ભારતે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી.ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ આતંકવાદી સમૂહ જૈશ-એ- મહમદના ટ્રેનીંગ કેમ્પર બોમ્બ વરસાવ્યા હતા અને તેને નેસ્ત નાબૂદ કરી દીધો હતો. તેના આગલા દિવસે પાકિસ્તાની એરપોર્ટ તરફથી સીમા પર ગતિવિધિઓ શરૂ કરવામાં આવી હતી, જેનો ભારતીય વાયુ સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

ભારતીય વાયુસેનાના જાબાજ પાયલેટ અભિનંદન વર્ધમાને પોતાના મિગ 21 ફાઈટર જેટથી પાકિસ્તાનના લડાકુ વિમાનને લલકાર્ય હતા અને તેને તોડી પાડ્યા હતા. આ ડોગ ફાઇટ દરમિયાન અભિનંદન એલઓસી ક્રોસ કેરી પાકિસ્તાની ક્ષેત્રમાં ચાલ્યા ગયા અને તેનું વિમાન ક્રેશ થઈ ગયું હતું. પાકિસ્તાની સેનાએ અભિનંદનને પકડી લીધા હતા. પરંતુ ભારતના ડરથી બે દિવસ બાદ જ તેમણે વાઘા બોર્ડર પર ભારતને સુપરત કર્યા હતા.

પહેલગામમાં આતંકી હુમલાના થોડા જ સમય બાદ એક પાકિસ્તાનની અધિકારીના ગળું કાપવાના ઇશારાનો વિડીયો વાયરલ થયો છે. ઘણા લોકોએ વીડિયોમાં દેખાઈ રહેલ સૈન્ય અધિકારીની ઓળખ પાકિસ્તાન ઉચ્ચ આયોગમાં ફરજ બજાવતા તૈમુર રાહતના રૂપે કરી છે. ભારતીય અને યહૂદી સમુદાયના 500 થી વધારે સભ્યો લંડન  સ્થિત પાકિસ્તાન ઉચ્ચ આયોગ બહાર ભેગા થયા હતા અને પહેલગામ નરસંહાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

ગળા કાપવાનો ઈશારો કરનાર અધિકારીની નિંદા કરતાં દિલ્હીના મંત્રી મંજિન્દર સિંહ શિરશાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તે પહેલા પોતાની ગરદન બચાવે. તેમણે સમાચાર એજન્સીઓ સાથે વાત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાન બીજું કરી જ શું શકે છે? તેમના માથે પ્રલય ફેરા મારી રહ્યો છે. તેમ છતાં આ લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. જે કોઈ લોકો દુતાવાસની બહાર ધમકી આપી રહ્યા હતા તેમને એક એકની ઓળખ કરવામાં આવશે અને ઇંગ્લેન્ડમાં પણ તેમની પાસેથી જવાબ માંગવામાં આવશે.