બાઈક પાછળ છોકરી બેસાડી કાવા મારી રહ્યો હતો, પછી થયું કંઈક એવું કે હવે ક્યારે આવી હિંમત નહીં કરે

girl boy bike viral video: આજકાલના સમયમાં લોકો પાસે બાઈક આવતાની સાથે જ જાહેર રસ્તા પર સ્ટંટ કરવાનું શરૂ કરી દે છે. ઘણીવાર તો એવું જોવા મળે છે કે સ્ટંટ કરવાના ચક્કરમાં લોકો પોતાનો જીવ જોખમમાં મૂકે છે. જેની સાથે જોડાયેલા વિડિયો કાયમ સામે આવતા (girl boy bike viral video) જ હોય છે. આજ પ્રકારનો એક વિડીયો આજકાલ સામે આવી રહ્યો છે. એમાં એક બાઈક સવાર છોકરીને બેસાડી મજાથી બાઇકને કાવા મરાવી રહ્યો હોય છે. જેને જોયા બાદ તમે પણ આશ્ચર્યચકીત થઈ જશો કે આખરે આવી હરકત શા માટે?

માનીએ છીએ કે રસ્તા પર સ્ટંટ કરવું સહેલું નથી તેમ છતાં ઘણા લોકો આવું સાહસ કરતા હોય છે. આ લોકોના મનમાં એવું હોય છે કે આપણે સ્ટંટ કરીએ તો લોકો ઈમ્પ્રેસ થઈ જશે. આવો જ એક વિડીયો આજકાલ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં એક છોકરો એક છોકરીને બાઈકની પાછળ બેસાડી સ્ટંટ કરતો રસ્તા પરથી પસાર થાય છે અને છેલ્લે એની હાલત કંઈક એવી થાય છે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય.

વીડિયોમાં તમે જોશો કે એક વ્યક્તિ KTM બાઈક પર પોતાની મહિલા મિત્ર સાથે ઝડપથી આગળ વધી રહ્યો છે. હેરાન કરનારી વાત તો એ છે કે આ ભાઈ જે સ્પીડથી બાઈક નોર્મલ રોડ ઉપર દોડાવી રહ્યો છે તે ખૂબ ખતરનાક છે. જોકે આ યુવક કોઈની પણ ચિંતા કરતો નથી. તે કાવા મારતો મારતો આગળ વધી રહ્યો છે. જોકે આ દરમિયાન એક કાકા સ્કુટી લઈને રસ્તો પસાર કરી રહ્યા હોય છે, એવામાં જ તેની બાઈક તેની સાથે અથડાઈ જાય છે અને બંને હવામાં ઉછળી જમીન પર વિખરાઈને પડી જાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. આ વિડીયો પર એક વ્યક્તિએ કમેન્ટ કરતા જણાવ્યું હતું કે લડકી કા ચક્કર હે બાબુ ભૈયા.