પ્રેગનેટ છે પાકિસ્તાન, ગમે ત્યારે બલુચિસ્તાનની ડિલિવરી થઈ શકે છે, જાણો કોણે કહ્યું આવું

Pakistan is pregnant:પહેલગામ આતંકી હુમલાબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. સમગ્ર દેશમાં ગુસ્સો છે અને દરેક કોઈ માંગણી કરી રહ્યું છે કે આ વખતે ભારતે એવો જવાબ આપવો જોઈએ જેનાથી પાકિસ્તાન બીજી વખત (Pakistan is pregnant) આવી હિંમત ન કરે. આ માહોલમાં પાકિસ્તાનમાં પણ આંતરિક વિખવાદો ખૂબ ચાલી રહ્યા છે. બલુચિસ્તાનથી લઈને પીઓકે સુધી વિરોધના અવાજો ઉઠી રહ્યા છે

સોશિયલ મીડિયા પર આજકાલ ડોક્ટર વિકાસ દિવ્ય કિર્તીનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાના યુપીએસસી વિદ્યાર્થીઓને ભારત પાકિસ્તાન સંબંધો અને પાકિસ્તાનના આંતરિક પરિસ્થિતિ વિશે જણાવતા દેખાઈ રહ્યા છે. વિકાસ દિવ્ય કીર્તિ કહે છે કે પાકિસ્તાન આજકાલ પ્રેગ્નેન્ટ છે, ગમે ત્યારે બલુચિસ્તાન પેદા થઈ શકે છે. ત્યાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, મોંઘવારી પણ ઊંચાઈએ છે અને સેના કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ દ્વારા જનતાનું ધ્યાન ભટકાવી રહી છે.

તેમણે બલુચિસ્તાન, સિંધ જેવા વિસ્તારોમાં ચાલી રહેલ અલગાવવાદી આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો છે. અને કહ્યું કે જો આવી જ પરિસ્થિતિ રહી તો પાકિસ્તાન ઘણા ટુકડાઓમાં વહેંચાઈ જશે. દિવ્યકીર્તિ એ મજાકિયા અંદાજમાં એવું પણ કહ્યું કે ગમે ત્યારે થાળી વાગી શકે છે, બે ત્રણ બાળકો એક સાથે પણ આવી શકે છે.

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું
આ વિડીયો વાયરલ થતાની સાથે સોશિયલ મીડિયા પર મીમ્સ અને મજાક બનવા લાગ્યા. કોઈએ લખ્યું કે પાકિસ્તાન પ્રસુતિ પીડાથી પસાર થઈ રહ્યો છે, ડિલિવરી ગમે ત્યારે થઈ શકે છે. તો કોઈએ આગળ કહ્યું કે ડોક્ટર મોદી ઓપરેશન માટે તૈયાર છે. ઘણા લોકોએ કહ્યું કે બલુચિસ્તાન પસ્તુનીસ્થાન અને સિંધુ દેશ ગમે ત્યારે પાકિસ્તાનથી અલગ થઈ શકે છે.

શા માટે ચાલી રહ્યો છે બલુચિસ્તાનમાં સંઘર્ષ
1947માં જ્યારે ભારત પાકિસ્તાન આઝાદ થયા ત્યારે બલુચિસ્તાનની સ્વતંત્ર રહેવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ પાકિસ્તાને બળપૂર્વક આ વિસ્તારને પોતાનામાં ભેળવી લીધો હતો. બસ ત્યારથી જ બલુચિસ્તાનમાં આઝાદીની માંગ ઉઠી રહી છે. આજે બલુચ લીબ્રેશન આર્મીના હુમલાઓથી પાકિસ્તાન ડરેલો છે. હાલમાં જ આ સંગઠને પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું. જેના લીધે સમગ્ર પાકિસ્તાનમાં સનસની ફેલાઈ ગઈ હતી.