Lawrence Bishnoi’s next target: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાબાદ સમગ્ર દેશ ગુસ્સામાં છે. એવામાં ભારતનો ફેમસ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગએ પાકિસ્તાનને ખુલ્લેઆમ ધમકી આપી છે. સોશિયલ મીડિયા પર તેને લઈને ગેંગએ એક પોસ્ટ પણ શેર કરી છે. લોરેન્સ ગેંગએ (Lawrence Bishnoi’s next target) લખ્યું કે અમે પાકિસ્તાનના એક એવા વ્યક્તિને મારીશું જે એક લાખ લોકોની બરાબર હશે.
બિશ્નોઈ ગેંગએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સાથે ફોટો પણ શેર કર્યો છે. જેના પર ચોકડીનું નિશાન બનાવેલું છે. આ ચોકડી નું નિશાન 26/11 ના આતંકી હુમલાના માસ્ટર અને લશ્કરે તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદની તસ્વીર પર લગાવી છે.
પોસ્ટ ઉપર લખવામાં આવ્યું છે કે જય શ્રી રામ બધા ભાઈઓને જે આ પહેલગામ આતંકવાદી હુમલો થયો, જેમાં માસુમ લોકોએ કોઈ વાંક વગર જીવ ગુમાવ્યો અમે તેનો બદલો ટૂંક સમયમાં લઈશું. તેણે તો એવા લોકોને માર્યા છે જેમણે આ ઘટના સાથે કંઈ લેવાદેવા નથી. અમે એક એવા જ પાકિસ્તાની વ્યક્તિને પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું જે એક લાખની બરાબર હશે. જય શ્રી રામ નામના એકાઉન્ટમાંથી લખવામાં આવેલ મેસેજમાં આગળ કહેવામાં આવ્યું છે કે તમે હાથ મેળવશો તો અમે ગળે લગાવીશું. આખો બતાવશો તો આંખો કાઢી લઈશું. જો આનાથી પણ નીચ હરકત કરશો તો ઇંટનો જવાબ પથ્થરથી આપીશું અને એ પણ પાકિસ્તાનમાં ઘુસીને. લોરેન્સ બિસ્નોઈ ગ્રુપ, જીતેન્દ્ર ગોગી ગ્રુપ, હાસિમ બાબા, કાલા રાણા, ગોલ્ડી બરાર, રોહિત ગોદારા, જય હિન્દ જય ભારત.
લોરેન્સ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે. 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓએ એક વિદેશી નાગરિક સહિત 28 લોકોની બહેરહમીથી ગોળી મારી હત્યા કરી હતી.
કોણ છે હાફિઝ સઇદ?
હાફિઝ સઈદ ભારતના સૌથી મોટો વોન્ટેડ આતંકવાદી છે. આ વ્યક્તિ આતંકવાદી સંગઠન લશ્કરે તૈયાબાનો પ્રમુખ છે. આ જ આતંકવાદીએ મુંબઈમાં આતંકવાદી હુમલા પાછળનો માસ્ટરમાઈન્ડ પણ છે. આ ઉપરાંત હાફિઝ સઈદ ભારતમાં થયેલા અન્ય આતંકવાદી હુમલાઓનો પણ માસ્ટરમાઈન્ડ છે. ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોએ હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતે ઘણી વખત પાકિસ્તાન પાસે આતંકવાદીને ભારતને સોપવાની માંગ કરી હતી, પરંતુ પાકિસ્તાનને તેને શરણ આપેલી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App