Kanpur bus accident: ઉત્તર પ્રદેશના કાનપુરના દેહાત નજીક એક ઝડપી બસ ચાલકે બાઈક સવાર 3 યુવકોને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. આ ઘટનાથી ગુસ્સામાં ભરાયેલા પરિવારજનોએ હાઇવે પર હંગામો કર્યો હતો અને ધરણા પર બેસી ગયા હતા. જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે ઘટના અંગે જાણકારી મળતા પોલીસ પણ (Kanpur bus accident) ઘટના સાથે પહોંચી ગઈ હતી અને પરિવારજનોને સમજાવીને ટ્રાફિક ફરી યથાવત કર્યો હતો. સાથે જ પોલીસે બસને કબજામાં લઈ લીધી છે. આ દુર્ઘટના ભોગનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાનપુર ઝાંસી નેશનલ હાઈવે પર થઈ હતી.
મળતી જાણકારી અનુસાર 2 મેના રોજ સાંજે 7:30 વાગે એક બસ ઝાંસીથી કાનપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અપાચે બાઇક પર સવાર 3 વ્યક્તિ પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ બસએ પાછળથી બાઈક સવાર યુવકોને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેય ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ત્યાં સ્થાનિકોની મદદથી તેઓને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્રણેય યુવકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ભોગનીપુરના પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે એક પુરપાટ ઝડપે દોડતી બસે બાઇક સવાર ત્રણેય લોકોને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેયના મૃત્યુ થઈ ગયા આ ઘટનાથી ગુસ્સે થઈ યુવકના પરિવારજનોએ રસ્તો જામ કરી દીધો. જેના લીધે ઘણા કલાકો સુધી વાહન વ્યવહાર ખોવાયો હતો.
#KanpurDehat-:तेज रफ्तार के चलते हुआ सड़क हादसा,रोडवेज बस ने बाइक सवारों को मारी टक्कर ,हादसे मे बाइक सवार 3 लोगों की दर्दनाक मौत ,पुलिस घटनास्थल पर मौजूद,भोगनीपुर क्षेत्र के कानपुर झांसी हाईवे पर हुआ हादसा।@kanpurdehatpol pic.twitter.com/1jgkFHHc8i
— कश्यप मोहित /MOHIT-🥇10K (@M_Kashyap_KD) May 3, 2025
મામલા અંગે જાણકારી મળતા જ પોલીસ ઘટનાએ પહોંચી હતી અને પરિવારજનોને સમજાવી ટ્રાફિકજામ ક્લિયર કર્યો હતો. હાલમાં પોલીસે બસને કબજામાં લઈ લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App