Kheda ST bus Accident: ખેડાના કપડવંજ કઠલાલ રોડ પર અકસ્માતમાં 2ના મોત થયા હોવાની વાત સામે આવી છે, જેમાં પોરડા ભાટેરા પાસે ST બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે, ST બસચાલકે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો છે, કપડવંજથી માતાના મઢ કચ્છ (Kheda ST bus Accident) જતી હતી ST બસ અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે, પોલીસે સમગ્ર ઘટનાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કપડવંજ કઠલાલ રોડ પર અકસ્માત
ખેડાના કપડવંજ કઠલાલ રોડ પર મોડી રાત્રે રીક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે, રીક્ષામાં સવાર બે લોકોના મોત થયા છે, તો બીજી તરફ ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,ત્યારે આ ઘટનામાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,તો એસટી બસના ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે.
અકસ્માત બાદ ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો
અકસ્માત થતા રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો અને ત્યારબાદ પોલીસે ટ્રાફિકને હળવો કર્યો હતો, તો મૃતકોના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, પોલીસે ઈજાગ્રસ્ત લોકોના પણ નિવેદન લીધા છે અને એસટી બસના ડ્રાઈવરનું પણ નિવેદન લીધુ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App