લેડી પ્રિન્સિપલ અને લાઇબ્રેરીયન વચ્ચે થઈ જોરદાર માથાકૂટ, જોનારા જોતા રહી ગયા

fight between principal and librarian: શિક્ષણનું મંદિર કહેવાતી શાળા એક એવી જગ્યા છે, જ્યાં બાળકોને ભણાવી ગણાવી એક સારા નાગરિક બનાવવામાં આવે છે અને આ શિક્ષા તેમને શિક્ષકો આપે છે અને તેઓને તે અન્ય જીવનના ઉચ્ચ મૂલ્યોનું જ્ઞાન પણ આપે છે. આજ કારણ છે કે એક બાળકના જીવનમાં શિક્ષકનું ખૂબ મહત્વ હોય છે. પરંતુ હાલમાં મધ્યપ્રદેશથી એક ચોકાવનારો (fight between principal and librarian) વિડિયો સામે આવ્યો છે. જેમાં બે શિક્ષકો એકબીજા સાથે લડતા દેખાઈ રહ્યા છે, બંને વચ્ચે એવી ઝપાઝપી થઈ કે બાળકો પણ જોતા રહી ગયા. હવે આ વિડીયો ઝડપથી વાયરસ થઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર આ ઘટના ખરગોન જિલ્લાના સરકારી એકલવ્ય આદર્શ આવાસ્ય વિદ્યાલયનો છે. એક મામૂલી વાતને લઈને મહિલા પ્રિન્સિપાલ અને લાઇબ્રેરીયન એકબીજા સાથે લડી પડ્યા હતા. આ મામલો પહેલા તો વાતચીતથી શરૂ થયો હતો, ત્યારબાદ આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને મહિલા શિક્ષક સ્કૂલના પરિસરમાં એકબીજાના વાળ પકડી અને લાફા મારતી જોઈ શકાય છે. નજીકમાં ઉભેલા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી.

અહીંયા જુઓ વિડિયો

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે આ લડાઈની શરૂઆત પહેલા વાતચીતથી થાય છે અને પછી બંને એકબીજાને વાતચીત કરતા કરતા મોબાઈલ ફોનથી વિડીયો બનાવવા લાગે છે. થોડીવાર પછી આ વાત બગડે છે અને પ્રિન્સીપાલએ લાઇબ્રેરીયનનો ફોન છીનવી લીધો અને જમીન પર ફેંકી તોડી દીધો હતો. ફોન તૂટવાને કારણે તે ગુસ્સે થઈ હતી અને પછી બંને એકબીજાના વાળ પકડીને મારપીટ કરવા લાગી હતી. ઘટનાના સમયે અન્ય શિક્ષકો અને કર્મચારીઓ હાજર હતા પરંતુ કોઈએ પણ આ લડાઈ રોકવાનો પ્રયત્ન કર્યો ન હતો. ઊલટાનું ઘણા લોકો વિડીયો બનાવવા લાગ્યા હતા.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું હતું કે આ પ્રકારે શિક્ષકો એકબીજા સાથે લડશે તો વિદ્યાર્થીઓ તેમનામાંથી શું શીખશે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે ભાઈ મેટર શું હતી કે આટલું બધું રાયતું ફેલાઈ ગયુ.