કચ્છમાં ડ્રોન હુમલા બાદ CM ભૂપેન્દ્ર પટેલે સરહદી વિસ્તારોની સુરક્ષા મામલે બોલાવી ઈમરજન્સી બેઠક

CM Bhupendra Patel Emergency Meeting: ભારત-પાકિસ્તાન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી (CM Bhupendra Patel Emergency Meeting) ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક પાકિસ્તાન દ્વારા ગુજરાતની સરહદ પર થઈ રહેલા સતત ઉલ્લંઘનોને કારણે બોલાવવામાં આવી છે.

મુખ્યમંત્રીએ બોલાવી અગત્યની બેઠક
છેલ્લા બે દિવસમાં કચ્છ અને બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાઓમાં ડ્રોન દ્વારા હુમલાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતીય સેના અને સુરક્ષા દળોની સતર્કતા અને સક્ષમતાને કારણે આ પ્રયાસો નિષ્ફળ ગયા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા આ ઉલ્લંઘનો ગુજરાતની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે.

આ ઈમરજન્સી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે લેવાના પગલાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યા છે. વહીવટી તંત્રને પણ વધુ સતર્ક રહેવા અને ઝડપથી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. પ્રભારી સચિવોને પોતાના જિલ્લાઓની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે અને આવતી કાલે પ્રભારી મંત્રીઓ પણ પોતાના વિસ્તારોની મુલાકાત લેશે.

કચ્છમાં એડવાઇઝરી બહાર પાડવામાં આવી
કચ્છમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એડવાઇઝરી બહાર પાડતા કહેવામાં આવ્યું કે, “તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઇ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.”

કચ્છમાં પાકિસ્તાન દ્વારા સતત ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ
કચ્છમાં સતત પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારમાં ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, પાકિસ્તાનના આ પ્રયાસને આપણી સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ બનાવી રહી છે. પાકિસ્તાન દ્વારા Operation Sindoor બાદ ભારત પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે જેનો ભારત દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.