17 મેથી ફરી રમાશે IPL: નવું શિડ્યૂલ જાહેર, જાણો ફાઈનલ સહિતની તારીખો

New IPL 2025 Schedule: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. જોકે, હવે ફરીથી IPL 2025 શરૂ કરવાનો (New IPL 2025 Schedule) નિર્ણય લેવામાં આવ્યો છે. 12 મેના રોજ, બીસીસીઆઈએ નવું સમયપત્રક જાહેર કર્યું. આ ટુર્નામેન્ટ 17 મેથી શરૂ થશે. ફાઇનલ 3 જૂને રમાશે. નવા શેડ્યૂલ મુજબ, મેચ 6 સ્થળોએ રમાશે. આ ઉપરાંત, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ફરીથી રમાશે.

17 મેથી શરૂ થશે
IPL 2025ના નવા શેડ્યૂલમાં પહેલી મેચ 17 મેના રોજ RCB અને KKR વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુમાં રમાશે. જ્યારે ફાઇનલ મેચ ૩ જૂને યોજાવાની છે. આઈપીએલના નવા શેડ્યૂલ મુજબ, બાકીના 17 મેચ 6 સ્થળોએ રમાશે. IPL 2025ની બાકીની મેચો બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનઉ, મુંબઈ, અમદાવાદમાં રમાશે. જોકે, ક્વોલિફાયર 1, એલિમિનેટર અને ક્વોલિફાયર 2 સિવાય, ફાઇનલ મેચનું સ્થળ હજુ સુધી નક્કી થયું નથી. નવા શેડ્યૂલમાં 2 ડબલ હેડર મેચ રમાઈ છે. પહેલો ડબલ હેડર 18 મેના રોજ રમાશે, જ્યારે બીજો ડબલ હેડર 25 મેના રોજ રમાશે.

પ્લેઓફ મેચ ક્યારે શરૂ થશે?
મૂળ સમયપત્રક મુજબ, પ્લેઓફ સ્ટેજ 20 મેથી શરૂ થવાનો હતો. હવે નવા સમયપત્રક મુજબ, પ્લેઓફ સ્ટેજ 29 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર 29 મેના રોજ રમાશે. એલિમિનેટર મેચ 30 મેના રોજ, બીજી ક્વોલિફાયર 1 જૂનના રોજ અને અંતિમ મેચ 3 જૂનના રોજ રમાશે. પ્લેઓફ મેચોનું સ્થળ પછીથી જાહેર કરવામાં આવશે.

લીગ સ્ટેજની છેલ્લી મેચ 27 મેના રોજ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે આરસીબી અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. રવિવાર, 18 મેના રોજ બે મેચ રમાશે. દિવસના સમયે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ અને સાંજના મેચમાં દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે.

IPL 2025 ની 17 મેચો પર એક નજર:
17 મે: RCB vs KKR (બેંગલુરુ)
18 મે: RR vs PBKS (જયપુર), DC vs GT (દિલ્હી)
19 મે: LSG vs SRH (લખનૌ)
20 મે: CSK vs RR(દિલ્હી)
21 મે: MI vs DC (મુંબઈ)
22 મે: GT vs LSG (અમદાવાદ)
23 મે: RCB vs SRH (બેંગલુરુ)
24 મે: PBKS vs DC(જયપુર)
25 મે: GT vs CSK (અમદાવાદ), SRH vs KKR (દિલ્હી)
26 મે: PBKS vs MI (જયપુર)
27 મે: LSG vs RCB (લખનૌ)
29 મે: ક્વોલિફાયર ૧
30 મે: એલિમિનેટર
1 જૂન: ક્વોલિફાયર ૨
3 જૂન: ફાઇનલ

IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી
8 મેના રોજ, ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રમાઈ રહી હતી, જે સુરક્ષા કારણોસર રદ કરવામાં આવી હતી. તેના થોડા સમય પછી BCCI એ ખુલાસો કર્યો કે ભારત-પાકિસ્તાન તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી રહી છે.