Benefits of Tukmaria: ઉનાળાની શરૂઆત થઇ ગઇ હોય તેવો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે ઉનાળાની ઋુતુ દરમિયાન તમારે તકમરિયા પીવા જોઇએ. તકમરિયા (Benefits of Tukmaria) ફાઇબરથી ભરપૂર હોય છે. તકમરિાયાની પ્રકૃતિ ઠંડી છે, જે શરીરને ઠંડક આપે છે.તો જાણો ગરમીમાં તકમરીયા ખાવાથી હેલ્થને શું ફાયદાઓ થાય.
તકમરીયા હેલ્થ અને સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તકમરીયા ખાવાથી શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે અને સાથે બીજા અનેક ઘણાં ફાયદાઓ મળે છે.
દરેક લોકોના શરીરનો કોઠો અલગ-અલગ હોય છે. ગરમીમાં તમે તકમરીયા ખાઓ છો તો શરીરમાં રહેલી ગરમી દૂર થાય છે. શરીરમાં રહેલી ગરમી હેલ્થને નુકસાન પહોંચાડે છે. આમ, તમારા શરીરમાં ગરમી વધારે છે તો તમે તકમરીયા ખાવાનું શરૂ કરી દો.
અનેક બીમારીઓમાંથી મળશે છુટકારો
તકમરીયા તમે દિવસમાં એક ચમચી ખાવા જોઇએ. આ માટે તમે રાત્રે એક ચમચી તકમરિયા લઇને પાણીમાં પલાળો અને પછી આ પાણી સવારમાં પી લો. આમ કરવાથી અનેક બીમારીઓમાંથી તમને રાહત મળશે. તકમરીયા તમે પલાળીને પછી જ્યુસમાં એડ કરી શકો છો. લીંબુ સરબત કે કોઇ અન્ય જ્યુસ કે દુધમાં નાંખીને પી શકો છો. આ હેલ્થ માટે ખુબ જ ફાયદાકારક છે.
બ્લડ પ્રેશરમાં કંટ્રોલમાં રહે છે
તકમરીયા ખાવાથી બ્લડ પ્રેશરમાં કંટ્રોલમાં રહે છે. ઘણાં લોકોને વારંવાર બ્લડ પ્રેશર વધી જતુ હોય છે. એવામાં તમે તકમરીયાનું સેવન કરો છો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને તમારી હેલ્થ પણ સારી રહે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
તકમરિયાનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તે શુગરને કંટ્રોલમાં રાખે છે. દિવસમાં એકવાર દૂધ સાથે પલાળેલાને લઇ શકાય.
વેઇટ લોસમાં તકમરિયા કારગર
તકમરિયા ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તેને ખાલી પેટ પીવાથી વેઇટ લોસમાં મદદ મળે છે. દરરોજ તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઘણા લોકો માને છે કે ચિયા બીજ અને સબજા બીજ એક છે, પરંતુ એવું નથી.
જરૂરી ફેટી એસિડ હોય છે
તકમરીયાના બીજમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જે શરીરના મેટાબોલિઝમને જાળવવામાં મદદ કરે છે. બીજમાં સોજા વિરોધી ગુણ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
ફાઇબરની માત્રા વધુ હોય છે
તકમરિયાના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. આહારમાં તેનો સમાવેશ કરવાથી ભૂખ ઓછી લાગે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાને કારણે તે શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબીને જમા થવા દેતા નથી. આ સિવાય તે પાચન તંત્રને દુરસ્ત રાખે છે.
ભૂખ ઓછી લાગે છે
તકમરિયાને આખી રાત પલાળી રાખવાથી પાચન ઉત્સેચકો બહાર આવે છે. આને ખાવાથી વધારે ભૂખ ઓછી લાગે છે. જેથી તમે ક્રેવિગથી બચો છો અને જેથી પણ વેઇટ લોસમાં મદદ મળે છે.
લો કેલેરી હાઇ પ્રોટીન
તકમરિયામાં વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, તો લો કેલરી હોય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App