Jobs in CISF: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા વર્ષ 2025 માટે હેડ કોન્સ્ટેબલ (Sports Quota) પદ માટે 403 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે કોઈ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સાથે જોડાયેલા હોય અને 12માં ધોરણ પાસ છો, તો આ (Jobs in CISF) તક ખાસ તમારા માટે છે. અરજી પ્રક્રિયા 18 મે 2025થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 30 જૂન 2025 છે.
કેવા ઉમેદવારો અરજી કરી શકે?
CISFના હેડ કોન્સ્ટેબલ પદ માટે ઉમેદવારોએ ન્યૂનતમ 12માં ધોરણ સુધીનું શિક્ષણ લીધેલું હોવું જોઈએ અને તેઓ માન્યતા પ્રાપ્ત રમતગમત ક્ષેત્રે પ્રવૃત્ત હોવા જોઈએ. ઉંમર 1 ઓગસ્ટ 2025ના રોજ 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે ઉમેદવારનો જન્મ 2 ઓગસ્ટ 2002થી પહેલા અને 1 ઓગસ્ટ 2007 પછીનો ન હોવો જોઈએ.
પગારધોરણ અને અરજી ફી શું રહેશે?
આ પદ માટે પસંદ થનારા ઉમેદવારને રૂ. 21,700થી શરૂ થતો પગાર મળશે, જે મેટ્રિક્સ લેવલ-3 મુજબ રૂ. 69,100 સુધી જઈ શકે છે.
જનરલ, OBC અને EWS ઉમેદવારો માટે રૂ. 100 ફી ચૂકવવી પડશે. જ્યારે SC/ST/પીએચ/અન્ય કેટેગરી માટે અરજી ફી મુક્ત છે.
પસંદગીની પ્રક્રિયા કેવી રહેશે?
CISFની પસંદગી પ્રક્રિયા તબક્કાવાર રહેશે, જેમાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે:
* ટ્રાયલ ટેસ્ટ
* કૌશલ્ય પરીક્ષણ (Proficiency Test)
* શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
* ડોક્યુમેન્ટ ચકાસણી
* તબીબી પરીક્ષણ
અરજી કેવી રીતે કરવી?
* ઉમેદવારે પ્રથમ cisfrectt.cisf.gov.in વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવું પડશે.
* ત્યારબાદ મળેલા લોગિન ID અને પાસવર્ડથી લોગિન કરીને સંપૂર્ણ ફોર્મ ભરવાનું રહેશે.
જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ભર્યા પછી ફોર્મ સબમિટ કરી શકાશે.
* અરજીનો પ્રિન્ટ આઉટ રાખવો જરૂરી છે.
અરજી માટે મહત્વની તારીખો
* અરજી શરુ થવાની તારીખ: 18/05/2025
* અંતિમ તારીખ: 30/06/2025
અગાઉથી તૈયારી કરો અને શક્ય તેટલી વહેલી તકે અરજી કરો. જો તમે રમતગમતના ક્ષેત્રે તમારી ઓળખ બનાવી છે, તો CISFમાં દેશસેવાનો મોકો ગુમાવશો નહીં. ભરતી સંબંધિત વધુ માહિતી માટે CISFની અધિકૃત વેબસાઈટને મુલાકાત લો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App