ગુજરાતમાં આગામી દિવસોમાં કોઈક જગ્યાએ ધોધમાર વરસાદ તો કેટલીક જગ્યાએ પ્રચંડ ગરમીનો અનુભવ થશે, જાણો તમારા જિલ્લાના હવામાન વિશે

Gujarat Meteorological Department forecast: હવામાન વિભાગ દ્વારા આજે વહેલી સવારે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં (Gujarat Meteorological Department forecast) આગામી ત્રણ કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા આજે વહેલી સવારે કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યના ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

અત્યાર સુધી ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. આ સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યમાં વધુ વરસાદની સંભાવના વધી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન એ પવન અને દબાણનો એક આકાર છે, જે વરસાદ અને અન્ય મોસમી ઘટનાઓને ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં અસર પામી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ પડી શકે છે. ઉપરાંત રાજ્યમાં ચોમાસાનું આગમન થવા માટે આ સિસ્ટમ એક સ્પષ્ટ સંકેત આપી રહી છે.

18થી 20 મેની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 18થી 20 મે દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.

21 મેની આગાહી
21 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અને વડોદરા, છોટા ઉદેપર, નર્મદા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

22-23 મેની આગાહી
રાજ્યમાં આગામી 22-23 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા છે.