ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો નવો વિડીયો જાહેર કર્યો, પાકિસ્તાનમાં મચાવી હતી તબાહી

New video of Operation Sindoor: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો. જેના અનેક વીડિયો ભારતીય સેના દ્વારા શેર કરવામાં આવ્યા અને પોતે કરેલી કાર્યવાહીની વિગતો જણાવી હતી. એટલું જ નહીં પરંતુ અત્યારે ફરી ભારતીય સેનાના (New video of Operation Sindoor) વેસ્ટર્ન કમાન્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓપરશેન સિંદૂરનો એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા વેસ્ટર્ન કમાન્ડ – ભારતીય સેનાએ લખ્યું કે, યોજના બનાની, ટ્રેનિંગ કરી અને મિશન પૂર્ણ કર્યું. ભારતે કરેલી કાર્યવાહીના દુનિયાભરના દેશોએ વખાણ કર્યાં છે.

ઓપરશેન સિંદૂરનો વધુ એક વીડિયો શેર કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુદ્ધવિરામ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે મહત્વના સમાચાર એ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે DGMO સ્તરની કોઈ વાતચીત થશે નહીં. સેનાએ કહ્યું કે, ‘12 મેના રોજ બંને દેશો વચ્ચે થયેલી વાતચીતમાં જે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી તેની કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં નહોતી આવી, જેથી આ સંમતિ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે’.

ઓપરેશન સિંદૂર દ્વારા 100થી આતંકીઓને નર્ક મોકલવામાં આવ્યા
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. જેના કારણે 100થી પણ વધારે આતંકવાદીઓ માર્યા ગચા હોવાનું સેનાએ જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનના 40 જેટલા સૈનિકો પણ માર્યા ગયાં હતાં. જો કે, આ ઓપરેશન સિંદૂર અંગે કોંગ્રેસના અનેક લોકોએ સવાલ કર્યો હતો.

પહેલા પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી પર જે આરોપો લગાવ્યાં હતા તેના પર ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ કહ્યું કે, ઓપરેશન શરૂ થયા પછી, અમે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે અમે આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીશું. જો કે, પાકિસ્તાને વાચચીત કરવાનો ઇનકાર કર્યો હતો અને બદલો લેવાની ધમકી આપી હતી’. એ વાતમાં કોઈ શંકા જ નથી કે, ભારતીય સેનાએ શરૂ કરેલું ઓપરેશન સિંદૂર સફળ તો રહ્યું જ છે અને હજી પણ યથાવત રહેશે.