4 children die from suffocation in car: આંધ્રપ્રદેશના વિજયનગરમાં એક દુઃખદ ઘટના બની. રમતા રમતાં ચાર બાળકો એક કારમાં ઘૂસી ગયા હતા. ત્યારે કાર અંદરથી અચાનક લૉક થઇ જતાં બાળકોનો શ્વાસ રૂંધાઈ જવાને કારણે ચારેય બાળકો મૃત્યુ પામી ગયાની હચમચાવી (4 children die from suffocation in car) મૂકે તેવી ઘટના બની હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી ગયો હતો.
પરિજનો શોધવા નીકળ્યા ત્યારે ખબર પડી કે…
ઉલ્લેખનીય છે કે જ્યારે બાળકો આ કારમાં ઘૂસ્યા હતા ત્યારે કારના કાચ બંધ હતા જેના કારણે બૂમાબૂમનો અવાજ લોકો સાંભળી પણ નહોતા શક્યા. આ ઘટના વિજયનગરમના દ્વારપુડી ગામમાં બની હતી. જ્યારે આ બાળકો ઘણીવાર સુધી ઘરે નહોતા પહોંચ્યા ત્યારે તેમના પરિજનો તેમને શોધવા નીકળ્યા હતા ત્યારે ચારેય જણાની લાશ મળી હતી.
મંત્રીએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
આ ઘટના વિજયનગરના દ્વારપુડી ગામમાં બની હતી. રવિવારે સવારે રજા હોવાથી તમામ બાળકો રમવા ગયા હતા. ઘણીવાર સુધી તેઓ ઘરે પાછા નહોતા આવ્યા ત્યારે તેમના પરિજનો તેમને શોધવા નીકળ્યા હતા. ત્યારે ચારેયના મૃતદેહો કારમાં ફસાયેલા જડ્યા હતા. આ કાર ગામના મહિલા સામુદાયિક કેન્દ્રના પાર્કિંગમાં પડી હતી. ચારેયની ઓળખ ઉદય (8 વર્ષ), ચારુમતિ (8 વર્ષ), કરીશ્મા (6 વર્ષ) અને મનસ્વિની તરીકે થઇ હતી. આખા ગામમાં માતમ જેવો માહોલ પ્રસરી ગયો છે. આંધ્રપ્રદેશના મંત્રી કોંડાપલ્લી શ્રીનિવાસને પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App