Bhachau 2 death in accident: કચ્છ જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતોમાં બે યુવાનોના મોત થયા છે. પહેલી ઘટનામાં, ભચાઉ નજીક સામખિયાળી હાઇવે પર એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના ગઈકાલે સાંજે 5:30 વાગ્યે ધર્મેન્દ્રસિંહ જાડેજાના રિસોર્ટ સામે (Bhachau 2 death in accident) બની હતી. રસ્તા પર ચાલતી વખતે, તે વ્યક્તિ અચાનક પડી ગયો અને તેને માથામાં ગંભીર ઈજા થઈ.
આશરે 40 વર્ષના આ વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ભચાઉ પોલીસે આ મામલાની નોંધ લીધી છે. તપાસ કરી રહેલા મહિલા પીએસઆઈ જે.જે. ત્રિવેદીના જણાવ્યા મુજબ, મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજો અકસ્માત
બીજો અકસ્માત ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાના સુમારે રાપર તાલુકાના આડેસર ગામમાં બાઇક અને કાર વચ્ચે થયો હતો, જેમાં જદુપુર ભાંગેરા ગામના રહેવાસી બાઇક સવાર રમેશ ગઢવીનું ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. આડેસર પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને સર્વિસ રોડ પર KDMP પેટ્રોલ પંપ પાસે થયેલા અકસ્માતની તપાસ કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App