Surat History sheeter and Usury arrested: જુગારની લતે ચડી જતા વિદેશ જવા માટે ભેગી કરેલી મૂડી હારી ગયા ઉપરાંત મિત્ર પાસેથી 80 હજાર રૂપિયા ઉધારથી લીધા હતા. તેના બદલામાં (Surat History sheeter and Usury arrested) આ મિત્રએ 80000 ની સામે 2 લાખની માંગણી કરી હતી. જેથી હતાશ થયેલા યુવકે ગળે ફાંસો ખાધો હતો.
ફાંસો ખાતા પહેલા તેણે લખેલી સુ-સાઇડ નોટના આધારે લસકાણા પોલીસ દ્વારા દુષપ્રેરણાનો ગુનો નોંધી બે લાખ માંગી ફાંસી એ લટકવા મજબૂર કરનાર મિત્રની ધરપકડ કરી છે.
લસકાણા પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર પાસોદરામાં આવેલ ગઢપુર ટાઉનશિપમાં રહેતા 47 વર્ષીય રત્નકલાકાર ખોડાભાઈ જીવરાજભાઈ ગાબાણીના 22 વર્ષીય પુત્ર ચિત ગાબાણીને જર્મની મોકલવા માટે મોટા વરાછા ખાતે તે ક્લાસમાં જતો હતો. તેમજ તેના વિદ્યાર્થીના ખાતામાં 10.80 લાખ પણ જમા કરાવ્યા હતા. આ દરમિયાન તે જુગારના દૂષણે ચડી જતા બધી જ રકમ હારી ગયો હતો. આ સિવાય તેણે જુગાર રમવા માટે અલગ અલગ મિત્રો પાસેથી ઉછીની રકમ પણ લીધી હતી. આ જુગારના ઉતાર ચડાવ દરમિયાન તેણે પાનનો ગલ્લો ચલાવતા મિત્ર અજય રમેશભાઈ શિરોયા પાસેથી ₹80,000 લીધા હતા. નક્કી કરેલા સમયે રૂપિયા પાછા ન ચૂકવતા તેણે 80,000 ની સામે 2 લાખની માંગણી કરી તેના પર દબાણ કરતો હતો. છેલ્લે એકલો પડી ગયેલો જીત શિરોયા હતાશ થઈ સુસાઇડ નોટ લખી હતી. તેમાં જુગારમાં જર્મની જવા માટે ભેગી કરેલી રકમ હારી જવાને કારણે માતા-પિતા પાસે માફી માગવા સિવાય અજય દ્વારા કરવામાં આવતા દબાણ બાબતે પણ જણાવ્યું હતું.
તારીખ 16/5/2025 ની બપોરે તેણે પોતાના રૂમમાં જ પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તે સુસાઇડ નોટના આધારે ચિત ગાબાણીના પિતા થોડા દિવસ પહેલા લસકાણા પોલીસ મથકમાં અજય શિરોયા ઉર્ફે મહાકાલ વિરુદ્ધ બીએનએસની ધારા 108 તથા નાણાં ધિરનાર અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદ મળ્યા બાદ તરત જ ઇન્સ્પેક્ટર પી એન ખાચર દ્વારા આરોપી અજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App