Surat P-orn sold under the guise of perfume: સુરતમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ને મળેલી માહિતીના આધારે એસઓજીએ પાલ પ્રથમ સર્કલ નજીક બુલેવાડ કોમ્પલેક્ષના ચોથા માળે ઓફિસ નંબર 402 માં રેડ કરી હતી. જેમાં તેઓને પરફ્યુમના વેપારની (Surat P-orn sold under the guise of perfume) આડમાં પ્રતિબંધિત પો-ર્ન વીડિયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચતા હતા. તેમની બીજી ઓફિસ પાલ ગૌરવ પથ રોડ પર ગજેરા ગ્લોબલ સ્કૂલની બાજુમાં જ ઓબેરોન કોમ્પ્લેક્સના ચોથા માળે ઓફિસ નંબર 401 માંથી પણ રેડ કરી હતી.
એસઓજીએ રેડ દરમિયાન બે સગાભાઈ સહિત 4 ભાગીદાર અને 4 કર્મચારીની ધરપકડ કરી હતી.
પર્ફ્યુમની ઓનલાઈન વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વિડીયો પેકેજ વેચતી 2 સગા ભાઈ સહીત 4 ભાગીદાર અને 4 કર્મચારી સહિતની ટોળકીને સુરત શહેર એસઓજીએ ગતરોજ પાલ પ્રથમ સર્કલ પાસે બુલેવાડ કોમ્પલેક્ષના ચોથા માળે જસ્ટ કે વીજનીરી એન્ટરટેનમેન્ટ અને ત્યારબાદ પાલ ગૌરવ પથ પર આવેલ ઓબેરોન કોમ્પ્લેક્સના ચોથા માળેથી ફોર પાઇરેટ્સરમાં રેડ કરી ઝડપી પાડ્યા હતા.
તેમની પાસેથી 46 મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર તેમજ રોકડ વગેરે મળીને કુલ 11.90 લાખનો મુદ્દામાલ કરજે કર્યો હતો.
હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ જીવવા માટે આ ગોરખ ધંધો શરૂ કર્યો
આ ટોળકી ટીએમ પર્ફ્યુમના નામે જાણીતી કંપની જેવું જ પરફ્યુમ બનાવી તેનું ઓનલાઇન વેચાણ કરતી હતી. તેમનો આ ધંધો સારો ચાલે છે. પરંતુ હાઈ પ્રોફાઈલ જીવન જીવવા માટે પર્ફ્યુમના ધંધાની આડમાં પો-ર્ન વીડિયોનો ગોરખ ધંધો પણ શરૂ કર્યો હતો.
તેઓ સોશિયલ મીડિયા દ્વારા પર્ફ્યુમ વેચીને ઉભા કરેલા ડેટાને આધારે ગ્રાહકોને ઓટીપી પ્લેટફોર્મના સબસ્ક્રીપ્શન વેચતા હતા. તેઓ વેચવા માટે ઓટીટી પ્લેટફોર્મની પોર્ન વીડિયોની ક્લિપ મૂકી ગ્રાહકોને લલચાવી તેમને પો-ર્ન વિડીયો પેકેજની વાત કરતા હતા. તેઓ ના પેકેજ 699 થી શરૂ થઈને 4999 સુધીના હતા. તેઓ અલગ અલગ વેબસાઈટ પરથી મુવી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરી તેને પોતાના સર્વરમાં અપલોડ કરી વેચતા હતા.
ઝડપાયેલા લોકો ની યાદી
ભાગીદારો
1 જૈમીન સુરેશભાઈ ડોબરીયા, રહેઠાણ પરમ રો-હાઉસ અડાજણ
2 તેનો ભાઈ સ્વેતુલ
3 હર્ષ ઉર્ફે કાનો રમેશભાઈ પટેલ, રહેઠાણ એસટોન હોમ ન્યુ ગૌરવ પથ રોડ પાલ
4 મિલન ચતુરભાઈ ગોંડલીયા રહેઠાણ સતાધાર સોસાયટી અશ્વિનીકુમાર રોડ
કર્મચારીઓ
1 મો. ઈરફાન મુસ્તાક અન્સારી, રહેઠાણ ખજૂરાવાડી મોગલીસરા
2 વિનેશકુમાર સુરેશભાઈ પટેલ, પીપરડી ફળિયું ભાટપોર ગામ હજીરા
3 પૂજન કમલેશભાઈ પટેલ, રાધેશ્યામ ટાઉનશીપ હનીપાક રોડ
4 મયુર કુમાર બહાદુરસિંહ પરમાર, રહેઠાણ મચ્છુ બિલ્ડિંગ કેનાલ રોડ રાંદેર
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App