રાજકોટની હૈયુ હચમચાવી દે તેવી ઘટના: ભગવાન આવી માતાને બાળક આપવા કરતા વાંઝણી રાખે તો વધુ સારું

Rajkot ruthless mother video: રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં હૈયું હચમચાવી નાંખે તેવી ઘટના ઘટતી રહી છે. કોઈ કારણસર એક માતાએ પોતાના બાળકને આવાસ યોજનાની (Rajkot ruthless mother video) છત પરથી નીચે ફેંકી દેવા લટકાવ્યો હતો. પરંતુ એક રાહદારીએ જોઈ જતા બાળકને ફેંકે એ પહેલા જ બચાવી લેવામાં આવ્યો હતો.

બન્યું એવું કે, ગોકુલધામ આવાસ યોજનાના એક ક્વાર્ટસમાં એક મહિલા બીજા માળેથી પોતાના પુત્રને ફેંકવાનો પ્રયત્ન કરી રહી હતી. બરાબર ત્યારે જ ત્યાંથી પસાર થતા કોઈ જાગૃત નાગરિકે જોયું હતું, અને તેઓ બાળકને બચાવવા દોડી ગયા હતા. તેમણે મહિલાના હાથમાંથી બાળકને મુક્ત કરાવી તેનો જીવ બચાવ્યો હતો.

ગોકુલ ધામ આવાસ યોજનાના વાયરલ વીડિયોના કિસ્સામાં, મહિલાની ઓળખ થઈ ગઈ છે. તે બાળકને છત પર લઈ ગઈ અને તેને નીચે ફેંકવા માટે લટકાવી દીધી, મહિલાએ સ્વીકાર્યું. ત્યારબાદ પતિ બાળકને બચાવવા માટે છત પર દોડી ગયો. પથ્થર ફેંકનાર પાડોશી અને હિન્દી ભાષી પરિવારના બાળક વચ્ચે ઝઘડો થયો.

વીડિયો વાયરલ થયા બાદ અધિકારીઓએ આ દંપતીને પોલીસ સ્ટેશન બોલાવ્યું હતું. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદનમાં મહિલાએ દાવો કર્યો હતો કે તે બાળકને ડરાવી રહી હતી. હિન્દી ભાષી મહિલા બાળકને ડરાવી રહી હતી ત્યારે પતિ ત્યાં પહોંચ્યો અને તેને બચાવવા માટે દરમિયાનગીરી કરી. બાળકના પિતાએ તેને બચાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહિલાને થોડા સમય પહેલા પાડોશી સાથે ઝઘડો થયો હતો. આવાસ યોજનાના ફ્લેટ ધારક શારદાબેન ભીલે જણાવ્યું કે, એક વર્ષથી અમારા ફ્લેટમાં સંગીતાબેન ભાડે રહે છે. અમને ખબર નથી કે તેમને પતિપત્ની સાથે શું ઝગડો છે. તેઓ અમારો ફ્લેટ ખાલી કરવા માંગે છે. હકીકત સામે આવતા અમને પણ આ બાબતે આશ્ચર્ય થયું છે.