19 વર્ષની છોકરી પેરાસેલિંગ કરી રહી હતી, ૧૬૦ ફૂટની ઊંચાઈ પરથી પડી; ભયાનક વીડિયો થયો વાયરલ

Live Parasailing Accident: 19 વર્ષીય સર્બિયન મોડેલ તિજાના રેડોન્જિકનું યુરોપના મોન્ટેનેગ્રોમાં રજાઓ ગાળતી વખતે પેરાસેલિંગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું. આ ભયાનક (Live Parasailing Accident) ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ, જેનાથી દર્શકો અને તેના પરિવારને ભારે આઘાત લાગ્યો.

ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, તિજાના તેની કાકી સાથે રજાઓ ગાળી રહી હતી ત્યારે તે મફત પેરાસેલિંગ સત્રમાં જોડાઈ હતી. પરંતુ આ રોમાંચક ક્ષણ બીજી જ ક્ષણે દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ, અને તિજાના 160 ફૂટથી વધુ ઊંચાઈ પરથી પડી જવાથી મૃત્યુ પામી.

વાયરલ થઈ રહેલા આ ભયાનક ફૂટેજમાં, બિકીની પહેરેલી તિજાના હવામાં ખૂબ જ ગભરાયેલી જોવા મળે છે. આ દરમિયાન, તે પોતાનું લાઈફ જેકેટ ખેંચીને સેફ્ટી બેલ્ટ ખોલવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. બીજી જ ક્ષણે, કમરનો પટ્ટો ખુલી જાય છે, અને તેમાંથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરતી વખતે, તિજાના એક ભયાનક અકસ્માતનો ભોગ બની ગઈ. તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

પેરાસેલિંગ કંપનીના માલિક મિર્કો ક્રડજિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ અકસ્માતથી અમે બધા આઘાતમાં છીએ. તેમણે કહ્યું કે તેમને ખરેખર શું થયું તેની પણ ખબર નથી. તે જ સમયે, શોકગ્રસ્ત માતાપિતાએ ઘટનાની પુષ્ટિ કરી અને તેમની પુત્રીની યાદમાં એક સંદેશ શેર કર્યો, અને લખ્યું – તું હંમેશા અમારા હૃદયમાં રહેશે.

જોકે, પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે જણાવ્યું નથી કે તે અકસ્માત હતો કે જાણી જોઈને કરવામાં આવ્યો. હાલમાં, અધિકારીઓ તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે.