નવસારીમાં શૈક્ષણિક પ્રવાસે નીકળેલી બસને અકસ્માત નડ્યો છે. નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના ધોરણ 4થી 8નાં બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી.જેમાં આજે વહેલી સવારે આશરે 5.45 કલાકની આસપાસ 57 વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં (GJ-01-BV-9593) અંકલેશ્વરથી નીકળ્યા હતા. દરમિયાન ચીખલીના સુરખેવ નજીક બસ પલટી મારી ગઈ હતી. જેમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બસ અકસ્માતમાં ત્રણ બાળકો વધુ ઈજાગ્રસ્ત હોવાથી તેઓને નવસારીથી વધુ સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત આંખે જોનાર નાંખ્યાં પ્રમાણે આ બસ થોડી સ્પીડમાં હતી. અને અચાનક જ પલટી ખાઇ ગઇ હતી.
બસ રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો
મળતી માહિતી પ્રમાણે, ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. હું દોડી ને ગયો તો બાળકોની ચીચયારી સંભળાતી હતી. તાત્કાલિક 108ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બસમાં ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓ સવાર હતા
અંકલેશ્વરના અમૃતપુરામાં જિલ્લા પંચાયત શિક્ષણ સિમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે. ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓના સાપુતારા પ્રવાસના આયોજનને લઈને આજે વહેલી સવારે 57 વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અંકલેશ્વરથી નીકળ્યા હતા. દરમિયાન ચીખલીના સુરખેવ નજીક બસ પલટી મારી ગઈ હતી. પ્રવાસી બસને અકસ્માત નડતા રોડ વિદ્યાર્થીઓની ચીચયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો.
108 દ્વારા કામગીરી કરાઈ:
લક્ઝરી બસ પલટી મારી જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ 108ને જાણ કરી વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન અનાવલ, ચીખલી, કાંકલ, લીમઝર લોકેશનના 108ના ઈએમટી-પાયલોટ દોડી આવ્યા હતા અને 23 જેટલા ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી અને નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન વધુ ત્રણની તબિયત લથડતા સુરત સિવિલ ખસેડ્યા હતા.
ધારાસભ્ય તાત્કાલિક હોસ્પિટલ ખાતે ધસી આવ્યા
ઘટનાની જાણ સ્થાનિક ધારાસભ્યને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે ધસી આવી તંત્રને વહેલી તકે આ બાળકોને સારવાર આપવાની તેમજ ઈજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી. વહેલી સવારે ઘટના બનતાની સાથેજ ધડાકાભેર અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો જાગી ગયા હતા. બહાર જઈને જોતા બસ પલ્ટી મારી હાલતમાં હતી. બસમાં બાળકો સવાર હોઈ જેથી તાત્કાલિક ગામ લોકોએ બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. તેમજ બાળકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
વિદ્યાર્થી અને શિક્ષકોનું લિસ્ટ
ઈજાગ્રસ્તો વિદ્યાર્થી અને શિક્ષકોના નામ:
નિમેષ વસાવા, ઉંમર: 12 વર્ષ
મહેક રાજેશ વસાવા, ઉંમર: 13 વર્ષ
અમિત વસાવા, ઉંમર: 13 વર્ષ
ભૂમિ અશોક, ઉંમર : 12 વર્ષ
ઈશા વસાવા, ઉંમર : 17 વર્ષ
પૂનમ ગંગા, ઉંમર : 50 વર્ષ
નિધિ કૈલાશ, ઉંમર: 12 વર્ષ
નેહલ વાઘેલા, ઉંમર: 36 વર્ષ
તરમલ, ઉંમર, 13 વર્ષ પુત્ર
જીતેન્દ્ર ગજ્જર, ઉંમર: 63 વર્ષ
અસ્મિતા ઠાકોર, ઉંમર: 14 વર્ષ
આદિત્ય, ઉંમર : 13 વર્ષ
પ્રિયા જીતેશ, ઉંમરઃ 9 વર્ષ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.