ભાજપને એક વર્ષમાં મળ્યું કરોડો રૂપિયાનું દાન, આંકડો જાણીને તમે પણ ચોંકી જશો – જાણો અહીં

એસોસિયેશન ફોર રિફોર્મ્સ દ્વારા વર્ષ 2018-19માં દેશના રાષ્ટ્રીય પક્ષોને દાનમાં મળેલી રકમની જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2018-19 દરમિયાન ભાજપને 742 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જ્યારે આ જ સમયગાળામાં કોંગ્રેસને 148 કરોડ રૂપિયા દાનમાં મળ્યા હતા. ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈએમ, એનસીપી અને બસપાએ 30 સપ્ટેમ્બર 2019 પહેલા તેમને રૂપિયા 20000 કરતાં વધુ દાનમાં મળેલી રકમની ચૂંટણી પંચને જાણ કરવાની હતી. ભાજપએ 31 દિવસ મોડી વિગતો આપી હતી. ઇલેક્ટોરલ બોન્ડનો સૌથી વધુ લાભ ભાજપને થયો હતો. આ જાણકારી ચૂંટણી પંચ સમક્ષ આ રાજકીય પાર્ટીઓએ આપેલી માહિતીના આધારે બહાર આવી છે. જે પણ રાજકીય પક્ષોને દાન મળ્યું છે તેમાં ભાજપ ટોચના સ્થાને છે અને આ રકમ વધી પણ રહી છે. મળતી માહિતી અનુસાર, અન્ય તમામ પક્ષોની સરખામણીમાં ભાજપને દાનમાં 3 ગણી વધુ રકમ મળી હતી.

ભાજપની દાનની રકમમાં આશરે 70 ટકાનો વધારો

બહાર પાડવામાં આવે અહેવાલો અનુસાર, 2018-19માં રાજકીય પક્ષોને કુલ રૂપિયા 951.66 કરોડનું દાન મળ્યું હતું. જેમ કે 2017-18 દરમિયાન ભાજપને 437.04 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું જે હવે 2018-19 દરમિયાન વધીને 742.15 કરોડ રૂપિયા થઇ ગયું છે, એટલે કે, ભાજપને સૌથી વધારે રૂ. ૭૪૨.૧૫ કરોડની રકમ દાનમાં મળી હતી. ભાજપની દાનની રકમમાં આશરે 70 ટકાનો વધારો થયો છે. તેવી જ રીતે કોંગ્રેસને 2017-18માં 26.658 કરોડ રૂપિયાનું જ દાન મળ્યું હતું. જ્યારે 2018-19માં વધીને 148.58 કરોડ રૂપિયા થયું છે. કોંગ્રેસના દાનમાં વધારો થયો છે પણ ભાજપને સૌથી વધુ દાન મળ્યું છે.

રાજકીય પક્ષોને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ

મળતી માહિતી પ્રમાણે, રાજકીય પક્ષોને મહારાષ્ટ્રમાં સૌથી વધુ રૂપિયા 548.22 કરોડ જ્યારે દિલ્હીમાંથી રૂ. 141.42 કરોડ અને ગુજરાતમાંથી રૂ. 55.31 કરોડની રકમ દાનમાં મળી હતી. એડીઆર દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ભાજપને 698.092 કરોડ રૂપિયાનું દાન કોર્પોરેટ અને બિઝનેસ સેક્ટર પાસેથી મળ્યું છે જ્યારે 2741 લોકોએ આશરે 41.70 કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે, એનો મતલબ એ થયો કે ભાજપને ઉધ્યોગપતિઓ પાસેથી સૌથી વધુ દાન મળ્યું છે. તેવી જ રીતે કોંગ્રેસને કોર્પોરેટ અને બિઝનેસ સેક્ટર પાસેથી 122.50 કરોડ રૂપિયા દાનમાં મળ્બયા છે. તાતા ગ્રૂપના પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ભાજપ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસને રૂ. 455.15 કરોડનું દાન મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *